કમલેશ તિવારીને 15 વખત ચાકુ ભોંક્યું, ઑટોપ્સીમાં થયો ખુલાસો
કમલેશ તિવારીને 15 વખત ચાકુ ભોંક્યું, ઑટોપ્સીમાં થયો ખુલાસો
નવી દિલ્હીઃ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી મર્ડર કેસમાં ગુજરાત એટીએસે મંગળવારે રાત્રે 2 મુખ્ય આરોપી અશફાક હુસૈન અને મોઈનુદ્દીન પઠાનની ધરપકડ કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે બંને આરોપી અહીંતી પાકિસ્તાન ભાગવાની તૈયારીમાં હતા. કમલેશ તિવારીની હત્યા બાદથી યૂપી અને ગુજરાતની પોલીસ આ બંને આરોપીઓની તલાશમાં લાગી ગઈ હતી. બંને આરોપી પોલીસને કન્ફ્યૂઝ કરવા માટે સતત પોતાનું લોકેશન બદલી રહ્યા હતા, પરંતુ આખરે પોલીસના શકંજામાં ફસાઈ ગયા. આ દરમિયાન કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં હત્યાકાંડમાં કેટલાક મોટા ખુલાસા થયા છે.

એક જ જગ્યાએ ચાકુના 7 ઘાવ મળ્યા
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કમલેશ તિવારીના ઑટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના પર 15 વખત ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ગોળી મારવામાં આવી હતી. કમલેશ તિવારીની ઑટોપ્સી કરનાર લખનઉની કિંમગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીના ડૉક્ટર્સે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું કે તેની છાતી પર કેટલીયવાર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાકુથી થયેલ હુમલાના કારણે કમલેશ તિવારીની છાતીમાં 3-4 સેમી ઊંડો ઘાવ બની ગયો છે. આ ઉપરાંત તેના શરીર પર અન્ય બે જગ્યાએ પણ ચાકુના ઘાવ મળ્યા છે, જેમાં એક ઘાવ તેની ડોક પર મળ્યો છે.

કોઈએ ગોળીનો અવાજ કેમ ન સાંભળ્યો
ઑટોપ્સી રિપોર્ટ મુજબ કમલેશ તિવારી ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ ગોળી પણ ચલાવવામાં આવી હતી. કમલેશના ચહેરા પર ગોળી લાગવાનું એક નિશાન મળ્યું છે. જો કે પોલીસ એક વાતને લઈને કન્ફ્યૂઝ છે કે આખરે કમલેશની પત્ની અને તેના ગનરે ગોળી ચાલવાનો અવાજ કેમ ન સાંભળ્યો, કેમ કે ઘટના સમયે આ બંને ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતા. પોલીસનું કહેવું છે કે બંધુક મિઠાઈના ડબ્બામાં છૂપાવીને લાવવામાં આવી હતી કે બીજે ક્યાંય છૂપાવીને લાવવામાં આવી હતી તે વાત પણ સ્પષ્ટ નથી થઈ.

આરોપીઓને હથિયાર ક્યાંથી મળ્યાં
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેસમાં આ મહત્વપૂર્ણ ભાગની અલગથી તપાસ કરવામાં આવી રહી છે કે પઠાન અને અશફાક હથિયાર લઈને કમલેશ તિવારીના ઘરે આવ્યા હતા કે તેમને ત્યાંથીં જ હથિયાર મળ્યાં હતાં.. જણાવી દઈએ કે ગત 18મી ઓક્ટોબરે કમલેશ તિવારીની હત્યા થઈ હતી. કથિત રીતે હથ્યારા મિઠાઈ આપવાના બહાને કમલેશ તિવારીના ઘરે આવ્યા અને તેની હત્યા કરી દીધી. જે બાદ પોલીસે સુરત અને નાગપુરથી મળેલ ઈનપુટના આધારે બંને મુખ્ય આરોપી અશફાક હુસન અને મોઈનુદ્દીન પઠાનને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી પકડી લીધા. બંને આરોપીઓને હાલ લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે.

એક ફોન કૉલથી આરોપીઓનું સબૂત મળ્યું
ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારીની હત્યા બાદથી જ યૂપી અને ગુજરાત પોલીસ આ બંને આરોપીઓની તલાશમાં લાગી હતી. કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ યૂપી પોલીસે અહીંની પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ માટે એસઆઈટીએ હોટલ, લોજ, મદરેસા અને કેટલાય સ્થળો પર દરોડા પાડ્યા પરંતુ આરોપીઓ બચી નિકળવામાં સફળ રહ્યા. આ દરમિયાન પોલીસે તેમના પર અઢી લાખનું ઈનામ ઘોષિત કરી દીધું અને તેમના પોસ્ટર પણ જાહેર કર્યાં. મંગળવારે એક હત્યારોપીએ સુરત સ્થિત પોતાના ઘરે કૉલ કર્યો અને રૂપિયાનો ઈંતેજામ કરવા કહ્યું. આ કૉલ જ એટીએસના કામે આવી ગઈ અને બંને આરોપીઓને એટીએસે રાજસ્તાન બોર્ડર પર જ દબોચી લીધા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
