અવધેશ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, 1 લાખ વીસ હજારનો કરાયો દંડ
બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને વારાણસીની MP MLA કોર્ટમાં અવધેશ રાય હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે, આ ઉપરાંત મુખ્તાર અંસારીને એક લાખ વીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મુખ્તાર અંસારીને સોમવારે બપોરે 2 વાગ્યે સ્પેશિયલ જજ એમપી એમએલએ કોર્ટ અવનીશ ગૌતમ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસની ચાર્જશીટ અને ઉલટતપાસ અને જુબાની બાદ સોમવારે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવ્યો હતો.
સોમવારે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પ્રોડક્શન બાદ બપોરે 12 વાગ્યે મુખ્તાર અંસારીને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા 2 વાગે સજા સંભળાવવાનો મામલો સામે આવ્યો હતો. બહુચર્ચિત કેસના કારણે વારાણસી સહિત પૂર્વાંચલના વિવિધ જિલ્લાના લોકો મુખ્તાર અન્સારી સામે સંભળાવવામાં આવનાર સજા પર નજર રાખી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
