For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ CJI રંજન ગોગોઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા

બહુચર્ચિત અયોધ્યા ભૂમિ વિવાદ પર સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા હલચલ વધી ગઈ છે. અયોધ્યાને કિલ્લામાં ફેરવી દેવાયુ છે.

|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત અયોધ્યા ભૂમિ વિવાદ પર સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા હલચલ વધી ગઈ છે. અયોધ્યાને કિલ્લામાં ફેરવી દેવાયુ છે. આ દરમિયાન અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી લેવા માટે સુપ્રીમ કોર્ટના CJI રંજન ગોગોઈએ યુપીના ચીફ સેક્રેટરી અને યુપી પોલિસના ડીજીપી ઓપી સિંહને બોલાવ્યા છે.

સુરક્ષા સંબંધિત તૈયારીઓની માહિતી

સુરક્ષા સંબંધિત તૈયારીઓની માહિતી

CJIએ રાજ્યના બંને મોટા અધિકારીઓને બોલાવ્યા છે જેમની પાસેથી તે સુરક્ષા સંબંધિત તૈયારીઓની માહિતી લેશે. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો આવવાની ટૂંક સમયમાં અપેક્ષા રાખવામાં આવી રહી છે. આને જોતા બધા રાજ્યોની સરકારોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. ગૃહ મંત્રાલયે યુપી સરકારને અયોધ્યામાં બધી સુરક્ષા તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે વિશેષ નિર્દેશ જારી કર્યા છે.

દરેક પ્રકારની સતર્કતા રાખવામાં આવી રહી

અયોધ્યા કેસ પર ચુકાદો આવતા પહેલા દરેક પ્રકારની સતર્કતા રાખવામાં આવી રહી છે. આરપીએફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. 78 રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અયોધ્યામાં પેરા મિલિટ્રીની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યામાં 20 અસ્થાઈ જેલ બનાવવામાં આવી છે 300 સ્કૂલનો સુરક્ષાબળો માટે રિઝર્વ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 30 બોમ્બ નિરોધક દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સીએમ યોગીએ પણ કરી બેઠક

સીએમ યોગીએ પણ કરી બેઠક

અયોધ્યા મામલે આવનારા ચુકાદ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યાનાથે બધા જિલ્લાના ઉપરી અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા વાત કરી અને દરેક જિલ્લામાં 24 કલાક એક વિશેષ કંટ્રોલ રૂમ ખોલવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યુ કે લખનઉ અને અયોધ્યામાં હેલીકોપ્ટર કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિ સામે પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવશે. સીએમે બધા ધાર્મિક સ્થળોની સુરક્ષાના નિર્દેશ પણ આપ્યા અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવાના નિર્દેશન આપી દીધા.

<strong>આ પણ વાંચોઃ વાવાઝોડા 'મહા'ની અસર, મુંબઈમાં વરસાદ, આ રાજ્યોમાં આવી શકે આંધી-તોફાન</strong>આ પણ વાંચોઃ વાવાઝોડા 'મહા'ની અસર, મુંબઈમાં વરસાદ, આ રાજ્યોમાં આવી શકે આંધી-તોફાન

English summary
Ayodhya case: CJI ranjan Gogoi to meet UP chief secretary and DGP to discuss security arrangements
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X