• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો

|

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ બુધવારે અંતિમ સુનાવણી કરશે. મંગળવારે સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલ સીએસ વૈધનાથને કહ્યું કે તેઓ બુધવારે 4 મિનિટ દલીલ કરી શકે છે. મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવને પૂછ્યું કે શું મોલ્ડિંગ ઑફ રિલીફ પર પણ બુધવારે દલીલ થશે? ત્યારે કોર્ટે કહ્યું હતું કે બુધવારે જવાબ આપવા માટે મુસ્લિમ પક્ષને એક કલાકનો સમય આપવામાં આવશે. ચારેય પક્ષકારોને 45-45 મિનિટ મળશે. અયોધ્યા મામલાની સુનાવણી બુધવારે જ ખતમ થવાની ઉમ્મીદ છે. આજે મોલ્ડિંગ ઑફ રિલીફ પર પણ સુનાવણી થઈ શકે છે. અયોધ્યા કેસની સુનાવણીની લાઈવ અપડેટ જાણવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

ayodhya case

Ayodhya Case: હિન્દુ પક્ષ બોલ્યો- ઐતિહાસિક ભૂલ સુધારવામાં આવે

Newest First Oldest First
4:28 PM, 16 Oct
આપણે બધાએ સર્વોચ્ચ અદાલતના ફેસલાનો ઈંતેજાર કરવો જોઈએ, તેનાથી જ આપણી બધાની વાતો સ્પષ્ટ થશેઃ વિકાસ સિંહ
4:28 PM, 16 Oct
સુપ્રીમ કોર્ટ દ્વારા ફેસલો સુરક્ષિત રાખ્યા બાદ વકીલ વિકાસ સિંહે કહ્યું- મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા કોર્ટની કાર્યવાહી દરમિયાન નક્શો ફાડવાની કરતૂત દેખાડે છે કે તે લોકો સબૂત પણ જોવા નથી માંગતા
4:28 PM, 16 Oct
લેખિત દસ્તાવેજો જમા કરવા માટે તમામ પક્ષોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
4:26 PM, 16 Oct
અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે.
4:24 PM, 16 Oct
અયોધ્યા મામલાની સુનાવણીના કવરેજને લઈ ન્યૂજ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઑથોરિટીએ એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અદાલતી કાર્યવાહી પર અટકળબાજી ન કરવી. સુનાવણીના તથ્યો પર જ સમાચાર લખવા. મસ્જિદ તોડી પડઈ તે ઈમેજનો ઉપયોગ ન કરવો. આવી રીતે જ સેલિબ્રેશનનો બ્રૉડકાસ્ટ ન કરવું, ડિબેટમાં કોઈપણ પ્રકારના અતિવાદી વિચારોને ઓનએર ન કરવા.
3:05 PM, 16 Oct
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે હિન્દુ મહાસભા પ્રસ્તુતીકરણમાં ખામીઓ છે.
3:04 PM, 16 Oct
સુન્ની વક્ફ બોર્ડના વકીલ જાફરયાબ જિલાનીએ કહ્યું કે કોર્ટમાં આવી કોઈપણ અપીલ દાખલ નથી કરાઈ.
2:02 PM, 16 Oct
અદલત લંચ માટે ઉઠી ગઈ છે, લંચ બાદ 45 મિનિટ પીએન મિશ્રાને અને તે બાદ દોઢ કલાક મુસ્લિમ પક્ષકારોને આપવામાં આવશે.
2:02 PM, 16 Oct
નિર્મોહી અખાડાએ રામ જન્મભૂમિ ન્યાસની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યું કે તેમણે એવું કેમ કીધું કે બાબરે મંદિર તોડી પાડ્યું અને મસ્જિદ બનાવી.
1:59 PM, 16 Oct
અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર સુન્ની વક્ફ બોર્ડ દ્વારા દાવો છોડવાની અટકળો પર બોલ્યા જાફરયાબ જિલાની- મને આ મામલે કંઈ જાણકારી નથી.
12:52 PM, 16 Oct
ચીફ જસ્ટિસ તરફથી નારાજગી વ્યક્ત કરવાાં આવતાં હિન્દુ મહાસભાના વકીલ બોલ્યા, 'હું આદર સાથે કહેવા માંગું છું કે મેં કોર્ટની મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું.'
12:50 PM, 16 Oct
સુનાવણી દરમિયાન નારાજ થઈ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું અમારા તરફથી બંને બાજુએથી દલીલો પૂરી થઈ ચૂકી છે, અમે આ એટલા માટે સાભળી રહ્યા છીએ જેથી કોઈ કંઈ કહેવા માંગી રહ્યું હોય તો કહી દે.
11:30 AM, 16 Oct
જો કે સુપ્રીમ કોર્ટની સુનાવણી શરૂ થવા પર સુન્ની વક્ફ બોર્ડની અપીલ પરત લેવાના મામલે કોર્ટમાં કોઈ ચર્ચા થઈ નથી.
11:29 AM, 16 Oct
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની અંતિમ સુનાવણીની ઠીક પહેલા આ કેસના મુખ્ય મુસ્લિમ પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડનો જમીન પરથી પોતાનો દાવો છોડવાના અહેવાલથી બુધવારે સવારે હલચલ મચાવી દીધી.
11:28 AM, 16 Oct
સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષકારના વકીલ સીએસ વૈદ્યનાથે કહ્યું કે 1885 સુધી હિન્દુ-મુસ્લિમ તે જમીન પર પૂજાનો દાવો કરતા હતા, પરંતુ બાદમાં બ્રિટિશ સરકારે ત્યાં રેલિંગ કરાવી દીધી. હવે મુસ્લિમ પક્ષ બાહરી અને આંતરિક સમસ્યાઓ પર વિવાદ કરી રહ્યા છે, તેઓ નાની એવી જગ્યાના ભાગલા પાડવા માંગે છે.
11:20 AM, 16 Oct
CJI રંજન ગોગોઈએ કહ્યું- હવે બહુ થઈ ગયું, 5 વાગ્યે અમે ઉભા થઈ જશું
10:57 AM, 16 Oct
જો કે મુસ્લિમ પક્ષ તરફથી પક્ષકાર ઈકબાલ અંસારીના વકીલ એમઆર શમશાદે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડે જમીન પર દાવો છોડવાની વાત નથી કહી.
10:57 AM, 16 Oct
ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે આ મામલે દાખલ કેસને પાછો લેવાનો ફેસલો કર્યો છે. વક્ફ બોર્ડે મધ્યસ્થતા પેનલ દ્વારા આ બાબતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું.
10:57 AM, 16 Oct
પક્ષકારો સિવાય કોઈ મંજૂરી નહિ: સીજેઆઈ
10:46 AM, 16 Oct
મુસ્લિમ પક્ષ તરફથી પક્ષકાર ઈકબાલ અંસારીના વકીલ એમ આર શમશાદે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડે જમીન પર દાવો છોડવાની વાત નથી કરી.
10:45 AM, 16 Oct
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર આખરી સુનાવણી પહેલા મુસ્લિમ પક્ષ તરફથી આ મામલે મધ્યસ્થતાના અહેવાલોનું ખંડન કરવામાં આવ્યું.
9:48 AM, 16 Oct
અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગેલ છે, અયોધ્યામાં કોઈપણ પ્રકારના હાલાત ન બગડે તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ટાઈટ કરી દેવામાં આવી છે.
7:40 AM, 16 Oct
આજે અંતિમ સુનાવણી દરમિયાન મોલ્ડિંગ ઑફ રિલીફ પર પણ સુનાવણી થઈ શકે છે.
7:40 AM, 16 Oct
મંગળવારે સુનાવણી દરમિયાન એક હિન્દુ પક્ષે દલીલ આપી હતી કે ભારત વિજય બાદ મુઘલ શાસક બાબર દ્વારા 433 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરી ઐતિહાસિક ભૂલ કરવામાં આવી હતી અને હવે તેને સુધારવાની જરૂરત છે.

English summary
Ayodhya Case Final Hearing Live Updates: today is the last day for hearing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X