For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ શું હોય છે મોલ્ડિગ ઑફ રિલીફ? જેના પર SCમાં છેલ્લા દિવસે થઈ શકે સુનાવણી

આવો જાણીએ શું છે મોલ્ડીંગ ઑફ રિલીફ, જેના પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટમાં દેશના ચર્ચિત કેસોમાંના એક અયોધ્યા ભૂમિ વિવાદ પર રોજિંદી સુનાવણી થઈ રહી છે. વળી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સંકેત આપી ચૂક્યા છે કે આ કેસમાં બુધવારે થનાર સુનાવણી છેલ્લી હોઈ શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકાર પોતાના તરફથી અંતિમ દલીલો રાખશે. મુસ્લિમ પક્ષને જવાબ આપવા માટે એક કલાકનો સમય આપવામાં આવશે. ત્યારબાદ બધા પક્ષકારોને 45-45 મિનિટનો સમય આપવામાં આવશે. આજની સુનાવણી દરમિયાન અયોધ્યા કેસમાં મોલ્ડિંગ ઑફ રિલીફ પર પણ ચર્ચા થઈ શકે છે જે બાદ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવી શકે છે. આવો જાણીએ શું છે મોલ્ડીંગ ઑફ રિલીફ, જેના પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

મોલ્ડિંગ ઑફ રિલીફ પર 40માં દિવસે થઈ શકે છે ચર્ચા

મોલ્ડિંગ ઑફ રિલીફ પર 40માં દિવસે થઈ શકે છે ચર્ચા

સુપ્રીમ કોર્ટમાં બુધવારે અયોધ્યા કેસમાં 40માં દિવસે સુનાવણી દરમિયાન મોલ્ડીંગ ઑફ રિલીફ પર ચર્ચા થઈ શકે છે. વાસ્તવમાં મોલ્ડિંગ ઑફ રિલીઝની જોગવાઈ સિવિલ સૂટવાળા કેસ માટે હોય છે. ખાસ કરીને માલિકી હક ધરાવતા કેસોમાં આનો ઉલ્લેખ થાય છે. વકીલ વિષ્ણુ જૈનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટ બંધારણના આર્ટિકલ 142 અને સીપીસીની કલમ 151 હેઠળ આ અધિકારનો ઉપયોગ કરે છે. મોલ્ડિંગ ઑફ રિલીફનો અર્થ થયો કે અરજીકર્તાઓએ જે માંગ કોર્ટને કરી છે જો તે ન મળે તો વિકલ્પ શું જે તેને આપવામાં આવી શકે.

શું છે મોલ્ડિંગ ઑફ રિલીફ

શું છે મોલ્ડિંગ ઑફ રિલીફ

મોલ્ડિંગ ઑફ રિલીફ એટલે કે બે દાવેદારોના વિવાદવાળી ભૂમિનો માલિકી હત કોઈ એક પક્ષને આપવા પર બીજા પક્ષને શું મળશે. બુધવારે સુપ્રીમ કોર્ટમમાં આ કેસ પર સુનાવણી થઈ શકે છે. 38માં દિવસની સુનાવણી દરમયાન મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કહ્યુ હતુ કે 6 ડિસેમ્બર 1992 પહેલાવાળી હાલતમાં મસ્જિદની ઈમારત જોઈએ. વળી, હિંદુ પક્ષનુ કહેવુ છે કે રામ જન્મસ્થળ પર તેમનો હક છે. હાલમાં આ કેસની સુનાવણી છેલ્લા તબક્કામાં છે અને હવે બુધવારે થનાર સુનાવણી પર બધાની નજરો ટકેલી છે.

આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર કેસઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા રોચક પાસાંઆ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર કેસઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા રોચક પાસાં

એક ઐતિહાસિક ભૂલને સુધારવામાં આવેઃ હિંદુ પક્ષકાર

એક ઐતિહાસિક ભૂલને સુધારવામાં આવેઃ હિંદુ પક્ષકાર

આ પહેલા 39માં દિવસની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યુ કે જો સૂટ પ્રોપર્ટી નષ્ટ થઈ ગઈ તો ચુકાદો શેના આધારે આપવામાં આવશે આના પર હિંદુ પક્ષકાર પરાસરણે કહ્યુ કે હું નથી માનતો કે મસ્જિદ હંમેશા મસ્દજદ રહે છે પરંતુ મારી દલીલ છે કે મંદિર હંમેશા મંદિર રહે છે. પછી ભલે ત્યાં ભવન, મૂર્તિ હોય કે નહિ. તેમણે કહ્યુ કે ભારતના ગૌરવશાળી ઈતિહાસને નષ્ટ કરવાની મંજૂરી કોઈને આપી શકાય નહિ. હિંદુ પક્ષકારના વકીલ કે પરાશરણે કહ્યુ કે એક ઐતિહાસિક ભૂલને સુધારવામાં આવે.

અયોધ્યામાં કલમ 144 લાગુ

અયોધ્યામાં કલમ 144 લાગુ

વકીલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે મંદિર નષ્ટ કરવાના ઐતિહાસિક ખોટા કામને રદ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે કોઈ શાસક ભારતમાં આવીને એ ન કહી કે કે હું સમ્રાટ બાબર છુ અને કાયદો મારી નીચે છે, જો હું કહુ છુ તે કાયદો છે. બીજી તરફ આ કેસમાં છેલ્લા તબક્કાની સુનાવણીને જોતા અયોધ્યામાં કલમ 144 લાગુ છે જે 10 ડિસેમ્બર સુધી રહેશે.

English summary
ayodhya case hearing in supreme court, what is molding of relief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X