અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે આજે સુનાવણી કરી. આ દરમિયાન મધ્યસ્થતા પેનલના ત્રણ સભ્યોએ કેસને સમાધાન માટે ત્રણ અઠવાડિયા સુધીનો સમય માંગ્યો છે.
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે આજે સુનાવણી કરી. આ દરમિયાન મધ્યસ્થતા પેનલના ત્રણ સભ્યોએ કેસને સમાધાન માટે ત્રણ અઠવાડિયા સુધીનો સમય માંગ્યો છે. કોર્ટે પેનલને 15 ઓગસ્ટનો સમય આપી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે અમે તમને એ બતાવવા નથી જઈ રહ્યા કે આ કેસમાં અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે કારણકે તે ગોપનીય છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે આ કેસની સુનાવણી કરી જેમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ એ બોબડે, એસ એ નઝીર, અશોક ભૂષણ અને જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ શામેલ હતા.

કેસની સુનાવણી શરૂ થતા જ કોર્ટે મધ્યસ્થતા પેનલની માંગને સ્વીકાર કરી લીધી અને તેને 15 ઓગસ્ટ સુધીનો સમય આપી દીધો. આ સુનાવણી માત્ર ત્રણ મિનિટ સુધી ચાલી. સુનાવણી દરમિયાન મુખ્ય પક્ષકારોનું કહેવુ હતુ કે અમે બધા મધ્યસ્થતા માટે બધા વિકલ્પો ખુલ્લા રાખવા ઈચ્છીએ છીએ. વળી નિર્મોહી અખાડાનું કહેવુ છે કે આ કેસમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની પરસ્પર ચર્ચા થઈ નથી, માટે તે મધ્યસ્થતા પ્રક્રિયાથી બિલકુલ સંતુષ્ટ નથી. તમને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની પેનલની રચના કરી છે કે જે બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સોંપી ચૂકી છે.
તમને જણાવી દઈએ કે અયોધ્યા અને બાબરી મસ્જિદ કેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મધ્યસ્થતાથી ઉકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આના માટે કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી અને તેને કેમેરા સામે કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી આ કમિટિમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એફએમઆઈ કલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ શામેલ છે. ત્યારબાદ હવે એક વાર ફરીથી આ કેસમાં શુક્રવારે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે અયોધ્યા અને બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે વિવાદાસ્પદ 2.77 એકર ભૂમિ ત્રણ પક્ષકારો-સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે સમાન રીતે વહેંચવાનો ચુકાદો સંભળાવ્યો હતો.












Click it and Unblock the Notifications
