For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારના શિક્ષણ મંત્રી પર ભડક્યા અયોધ્યાના સંત, કહ્યુ - 'જીભ કાપીને લાવનારને આપીશ 10 કરોડ'

યોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યએ બિહારના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

Jagadguru Paramhans Acharya Maharaj: હિંદુ ધર્મના ધાર્મિક પુસ્તક રામચરિતમાનસને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે નફરત ફેલાવતો ગ્રંથ ગણાવ્યો. તેમના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. હવે અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યએ આના પર આકરી પ્રતિક્રિયા આપી છે. સંત જગદ ગુરુ પરમહંસ આચાર્યએ એલાન કરીને કહ્યુકે જે પણ બિહારના શિક્ષણ મંત્રીની જીભ કાપશે તેમને તે 10 કરોડનુ ઈનામ આપશે.

Paramhans Acharya Maharaj

શિક્ષણ મંત્રીએ એક સપ્તાહમાં માફી માંગવી જોઈએ

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ તપસ્વી છાવણીના સંત જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યુ, 'બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસ પુસ્તકને જે રીતે નફરત ફેલાવનાર પુસ્તક ગણાવ્યુ છે તેનાથી સમગ્ર દેશ દુઃખી છે. આ તમામ સનાતનીઓનુ અપમાન છે અને હું આ નિવેદન પર કાયદાકીય કાર્યવાહીની માંગ કરુ છુ.' પરમહંસ આચાર્યએ કહ્યુ કે, 'હું તેમને પદ પરથી બરતરફ કરવાની માંગ કરુ છું. તેમજ શિક્ષણ મંત્રીએ એક સપ્તાહમાં માફી માંગવી જોઈએ.'

શિક્ષણ મંત્રીની જીભ કાપી લાવનારને 10 કરોડનુ ઈનામ

પરમહંસ આચાર્ય આટલેથી ન અટક્યા. તેમણે કહ્યુ કે જો શિક્ષણ મંત્રી માફી નહિ માંગે તો હું તેની જીભ કાપીને લાવનારને 10 કરોડ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરુ છુ. તેમણે કહ્યુ કે આવી ટીપ્પણીને બિલકુલ સાંખી લેવામાં આવશે નહિ. રામચરિતમાનસ એક જોડનારો ગ્રંથ છે, તોડનારો નથી. રામચરિતમાનસ એ માનવતાને સ્થાપિત કરનાર ગ્રંથ છે. તે ભારતીય સંસ્કૃતિનુ સ્વરૂપ છે, તે આપણા દેશનુ ગૌરવ છે.

શું કહ્યુ હતુ બિહારના શિક્ષણ મંત્રીએ

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર નાલંદામાં ઓપન યુનિવર્સિટીના 15માં દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે મનુસ્મૃતિ, રામચરિતમાનસ, ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ્સને નફરત ફેલાવનારા પુસ્તકો ગણાવ્યા. તેમણે કહ્યુ કે નફરત દેશને મહાન નહિ બનાવે, પ્રેમ દેશને મહાન બનાવશે. તેમણે આગળ કહ્યુ કે મનુસ્મૃતિ બાળવામાં આવી હતી કારણ કે તેમાં એક મોટા વર્ગ સામે ઘણા અપશબ્દો કહેવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે 'રામચરિતમાનસમાં કહેવાયુ છે કે નીચી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી ઝેરી બની જાય છે, જેમ કે સાપને દૂધ પીવડાવ્યા પછી થાય છે.'

English summary
Ayodhya Paramhans Acharya Maharaj angry on Bihar Education Minister for Ramcharitmanas statment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X