Ram mandir Inauguration: અયોધ્યા માટે ડાયરેક્ટ બસ અહીંથી મળશે, જાણો ટાઈમિંગથી લઈને ટિકિટના ભાવ સુધી બધુ જ
Ayodhya Ram Mandir Bus Service: અયોધ્યામાં રામ મંદિરના બહુપ્રતિક્ષિત ઉદ્ઘાટન પહેલા, ઉત્તર પ્રદેશ સરકાર તીર્થયાત્રીઓને મંદિર સુધી પહોંચવા માટે મુસાફરીની સુવિધા આપવા પર કામ કરી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં શ્રી રામ ભક્તોની સાથે સેલિબ્રિટી અને રાજનેતાઓ પણ મોટા પાયે ભાગ લેવા જઈ રહ્યા છે.
રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભારે આકર્ષણ જમાવશે. ભક્તોની સુવિધા માટે નોઈડાથી અયોધ્યા માટે સીધી બસો ટૂંક સમયમાં શરૂ થશે. ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC) નોઈડા ડેપોના અધિકારીઓએ એચટીને આની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યુ કે, હાલમાં નોઈડા ડેપોથી અયોધ્યા માટે કોઈ સીધી બસ નથી અને સીએનજી બસ એક જ વારમાં લાંબા અંતરને કાપી શકતી નથી. નોઈડાથી અયોધ્યાનું અંતર અંદાજે 650 કિમી છે. આ અંતર કાપવા માટે સાવચેતીભર્યું આયોજન કરવામાં આવ્યું છે.
UPSRTC નોઈડાના આસિસ્ટન્ટ રિજનલ મેનેજર એન.પી. સિંહે એચટીને સીએનજી બસોની વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે, એકવાર તેઓ ટાંકી ફૂલ કરાવી લે પછી તેઓ 500 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. આ અંતરને પાર કરવા માટે લખનઉમાં સીએનજી ભરવાની સુવિધા ગોઠવવામાં આવી રહી છે જેથી પ્રવાસ કોઈપણ અવરોધ વિના પૂર્ણ કરી શકાય.
ટિકિટના ભાડા અંગેની ચર્ચાઓ હજુ ચાલુ છે અને UPSRTC ટૂંક સમયમાં ભાડાની અંતિમ રચના જાહેર કરે તેવી અપેક્ષા છે. પ્રારંભિક યોજનામાં મુસાફરોની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને અયોધ્યા માટે એક કે બે બસ ચલાવવાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી એક સત્તાવાર રીલિઝ અનુસાર, "22 જાન્યુઆરી પછી, દર્શન, પૂજા અને યાત્રા માટે ભીડનું કાર્યક્ષમ સંચાલન તેમજ અસ્થાયી પાર્કિંગના ઝડપી વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે."
આ ઉપરાંત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની યુપી સરકાર પણ ટૂંક સમયમાં અયોધ્યા માટે ઇલેક્ટ્રીક બસો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે કહ્યું કે આગામી દિવસોમાં અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થશે.
ઉત્તર પ્રદેશ સરકાર ધરમ પથ અને રામ પથ પર ઇલેક્ટ્રીક બસો પણ શરૂ કરી રહી છે. કનેક્ટિવિટી વધારતા 100 ઈલેક્ટ્રીક બસો 15 જાન્યુઆરીથી કાર્યરત થવા જઈ રહી છે. વધુમાં, ગોલ્ફ કાર્ટ અને ઈ-રિક્ષા પણ શરૂ કરવામાં આવશે, જેથી શ્રી રામની નગરીમાં પરિવહનને લઈને કોઈ સમસ્યા ન થાય.












Click it and Unblock the Notifications
