Ram Mandir: અયોધ્યામાં રામ લલ્લાના દર્શન માટે ઉમટ્યુ રામભક્તોનુ ઘોડાપૂર, રાતથી લાગી છે લાઈન

Ram Mandir: અયોધ્યાનું રામ મંદિર આજે 23મી તારીખથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. પહેલા જ દિવસે રામલલ્લાના દર્શન કરવા માટે રામભક્તોની ભીડ મંદિરની બહાર ઉમટી પડી હતી. રાતથી જ રામભક્તો મંદિર ખુલવા અને દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

મંગળવારે (23 જાન્યુઆરી) સવારે 7 વાગ્યાથી મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. કડકડતી ઠંડીમાં રામલલ્લાના દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.

Ram Mandir

રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 2-3 વાગ્યાથી જ કતાર લાગી હતી. 'જય શ્રી રામ'ના નારા લગાવતા, ભક્તો લાઇનમાં ઉભા હતા અને હવે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.

અયોધ્યામાં નવા પવિત્ર બનેલા રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીએ જનતા માટે ખોલવામાં આવ્યા હતા. રામ મંદિર દરરોજ બે ટાઈમ સ્લોટ દરમિયાન ભક્તો માટે ખોલવામાં આવશે. મંદિર દરરોજ સવારે 7 થી 11:30 અને પછી બપોરે 2 થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે 12:00 થી 2:00 વાગ્યા સુધી રામલલાને ભોજન અને આરામ આપવામાં આવશે. મંદિર અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લું રહેશે.

આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મંદિરની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. જેઓ આ દિવ્ય રામ મંદિર જોવા માટે ઉત્સાહિત છે. મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજે રામલલાની 51 ઈંચ ઊંચી પ્રતિમા બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X