Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અયોધ્યા રામ મંદિરમાં લાગ્યુ 12 ફૂટ ઉંચુ, 8 ફૂટ પહોળુ 'સ્વર્ણ દ્વાર', જાણો કેટલા કિલો છે સોનુ?

Ram mandir Inauguration: 22 જાન્યુઆરીના રોજ ભારતીય ઈતિહાસના પાનામાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામજન્મભૂમિ મંદિરમાં રામ લલાના 'પ્રાણ-પ્રતિષ્ઠા' સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.

આ દરમિયાન મંગળવારે રામ મંદિરમાં પહેલો સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના સીએમઓએ માહિતી આપી હતી કે રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. આગામી ત્રણ દિવસમાં રામ મંદિરમાં ગર્ભગૃહના મોટા કદના દરવાજા સહિત 13 સુવર્ણ દરવાજા સ્થાપિત કરવામાં આવશે.

ram mandir

આ દરવાજો લગભગ 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. 'સ્વર્ણ દ્વાર'ની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. દરવાજાના સામે આવેલ ફોટામાં જોઈ શકાય છે કે તેના પર બે હાથી સુવર્ણ દરવાજાની મધ્ય પેનલ પર સ્વાગત મુદ્રામાં જોવા મળે છે. ઉપરના ભાગમાં મહેલ જેવો આકાર દેખાય છે.

જેમાં બે સેવક હાથ જોડીને ઉભા છે. વળી, દરવાજા નીચે ચાર ચોકમાં સુંદર કલાકૃતિઓ કોતરવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર હાથી, સિંહ, ભગવાન હનુમાન અને ભગવાન વિષ્ણુના 'વાહન' ગરુડની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

સીએમઓના જણાવ્યા અનુસાર, આ દરવાજા ગર્ભગૃહના ઉપરના માળે લગાવવામાં આવી રહ્યા છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે, જેમાંથી 42 પર 100 કિલો સોનાથી લેપ કરવામાં આવશે.

આ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે રાત્રે લાઇટમાં શણગારેલા મંદિરના નિર્માણની કેટલીક તસવીરો શેર કરી હતી. મંદિર ટ્રસ્ટે રામાયણના મહત્વપૂર્ણ પાત્ર જટાયુની પ્રતિમાના ફોટોગ્રાફ્સ અને રાત્રે મંદિરના સ્તંભો અને દિવાલોને શણગારતા દેવી-દેવતાઓની ઉત્કૃષ્ટ કોતરણીવાળી આકૃતિઓની ઝલક શેર કરી હતી.

રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું ત્રણ માળનું મંદિર છે. જેની લંબાઈ 380 ફૂટ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળાઈ અને 161 ફૂટ ઊંચાઈ છે. તેમાં કુલ 392 થાંભલા છે. તેમાં પાંચ મંડપ (હૉલ) છે. જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X