For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવ

જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના ઈન્ચાર્જ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા સતત રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં બનેલો છે. એક તરફ જ્યાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે બીજી તરફ આ કેસને અંગે સતત રાજકીય નિવેદનબાજીનો દોર ચાલુ છે. જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના ઈન્ચાર્જ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે. રામ માધવે કહ્યુ કે અમે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ છે. પહેલા કોર્ટ ગયા વર્ષે 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવાનું હતુ ત્યારબાદ કોર્ટ રજાઓમાં બંધ થઈ ગઈ. ફરીથી આ મામલે જાન્યુઆરી માસના પહેલા સપ્તાહમાં સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટે આ કેસને પ્રાથમિકતા આપી નહી અને ફરીથી 29 જાન્યુઆરીની તારીખ આપવામાં આવી છે. તેમની પાસે એક વાર ફરીથી આ કેસને લંબાવવાનું કારણ હતુ.

સુપ્રીમ કોર્ટને રસ નથી

સુપ્રીમ કોર્ટને રસ નથી

માધવે કહ્યુ કે હવે સુપ્રીમ કોર્ટ અમને આ કેસમાં સુનાવણીની તારીખ પણ નથી આપી રહ્યુ. આ કેસ સુપ્રીમ કોર્ટમાં કોઈ મુકામ પર નથી જઈ રહ્યો. પરંતુ અમે લોકોને વચન આપ્યુ છે. અમે કાયદો માનનારા લોકો છીએ એટલા માટે અમારા પક્ષે આટલા લાંબા સમય સુધી રાહ જોઈ. જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે પગલા નથી લઈ રહ્યુ તો સરકારે કોઈને કોઈક પગલા લેવા જ પડશે જેથી કરોડો દેશવાસીઓને ભરોસો મળી શકે જે એ ઈચ્છે છે કે રામ મંદિર અયોધ્યામાં બને.

અન્ય વિકલ્પ પર કરે વિચાર

અન્ય વિકલ્પ પર કરે વિચાર

જે રીતે કેન્દ્ર સરકારે બિન વિવાદિત જમીનને સોંપવાની માગ કરી છે તેના ઉપર રામ માધવે કહ્યુ કે આનો મુખ્ય મામલે સીધી રીતે કોઈ લેવાદેવા નથી. બંને અલગ મુદ્દા છે, આપણે કંઈ નહિ તો આટલુ તો કરી શકીએ. હું તમને કહી શકુ કે સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ પણ રસ નથી લઈ રહ્યુ એટલા માટે સરકારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. જો જમીન પાછી પણ કરી દેવામાં આવે તો અમારા હાથ બંધાયેલા છે કારણકે સુપ્રીમ કોર્ટે પૂર્વ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

કોર્ટની મંજૂરી વિના નિર્માણ નહિ

કોર્ટની મંજૂરી વિના નિર્માણ નહિ

જ્યારે રામ માધવને પૂછવામાં આવ્યુ કે જો ન્યાય વ્યાસને જમીન પાછી મળી ગઈ અને ત્યાં કંઈ નિર્માણ કરાવવા ઈચ્છે તો શું પાર્ટી સમર્થન કરશે તો તેમણે કહ્યુ કે કોઈ પણ પ્રકારના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. અહીં જ્યારે પણ નિર્માણ થશે ત્યારે કોર્ટની મંજૂરીથી જ થશે. એટલા માટે અહીં જગ્યા ખાલી કરવામાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નહિ થાય.

આ પણ વાંચોઃ દોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, 'સત્ય સામે આવશે'આ પણ વાંચોઃ દોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, 'સત્ય સામે આવશે'

English summary
Ayodhya Ram Temple Ram Madhav says Supreme court is not taking interest gov should thing other options.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X