For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Verdict: 1659 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાજ નજર, ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે

Ayodhya Verdict: 1659 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાજ નજર, ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેસલાનો સમય નજીક આવી ગયો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને અલર્ટ કરી દીધા છે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં ચારોતરફ આરએએફ અને અન્ય પેરામિલેટ્રી ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાનૂન વ્યવસ્થાને દુરસ્ત રાખવાના નિર્દેશ આપ્યા છે. સીએમે જિલ્લાઓ સાથે પ્રદેશ સ્તર પર એક કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવાની વાત કહી છે. આ કન્ટ્રોલ રૂમ 24 કલાક કામ કરશે.

1659 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાજ નજર

1659 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બાજ નજર

અયોધ્યા વિવાદના ફેસલાને ધ્યાનમાં રાખી અયોધ્યા, વારાણસી, કાનપુર, અલીગઢ, લખનઉ, આઝમગઢ જેવા 12 જિલ્લાને અતિ સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યા છે. સુરક્ષાને જોતા કુલ 40 કંપનીઓ તહેનાત રહેશે. જેમાં આરએએફની 16 કંપનીઓ અને સીઆઈએસએફ, આઈટીબીપી, એસએસબી અને બીએસએફની 6-6 કંપનીઓ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ડીજીપી ઓપી સિંહ મુજબ 1659 લોકોના સોશિયલ મીડિયા અકાઉનટ્સ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડીજીપીનું કહેવું છે કે જરૂરત પડ્યે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી શકે છે. જ્યારે શાંતિભંગની આશંકામાં પ્રદેશમાં 10 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 450 લોકોને જેલ મોકલી આપવામાં આવ્યા છે.

ઈમરજન્સી હાલાતથી નિપટવા માટે બે હેલિકોપ્ટર તહેનાત રહેશે

ઈમરજન્સી હાલાતથી નિપટવા માટે બે હેલિકોપ્ટર તહેનાત રહેશે

જણાવી ધઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગરુવારે રાત્રે તમામ જિલ્લાના ઉપરી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સ રી અને દરેક જિલ્લામાં 24 કલાક એક વિશેષ કન્ટ્રોલ રૂમ ખોલવાનો આદેશ આપ્યો છે. સીએમે લખનઉ અને અયોધ્યા બંને જગ્યાએ એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા છે.

ચીફ જસ્ટિસે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા

ચીફ જસ્ટિસે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા

શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થાની સમીક્ષા માટે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને મુલાકાત માટે બોલાવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે ફેસલો આવવાનો હોય આ બેઠક યોજવામાં આવી હતી.

Ayodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરાAyodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરા

English summary
Ayodhya verdict: 1659 social media account being observed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X