For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદોઃ 24 કલાક કામ કરશે કંટ્રોલ રૂમ, ડીએમની નાઈટ ડ્યુટી, હેલીકોપ્ટર તૈનાત

સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓને કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુનાવણા પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં આ મુદ્દે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓને કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને પહોંચી વળવા માટે વધારાના સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓનુ મોનિટરીંગ કર્યુ છે સાથે તેમણે તમામ વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે પોતાના સંબંધિત જિલ્લામાં રાતે પણ રોકાય જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને ટાળી શકાય.

રાતે પણ ફરજ પર રહે ડીએમ તેમજ ઉપરી અધિકારી

રાતે પણ ફરજ પર રહે ડીએમ તેમજ ઉપરી અધિકારી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ પોલિસ અધિકારીઓ તેમજ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સીંગ દ્વારા ગુરુવારે વાત કરી. આ દરમિયાન મુખ્યમંત્રીઓ બધા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે બધા ધાર્મિક સ્થળોનીસુરક્ષા વ્યવસ્થા પૂરતી રાખે. અહીં ફ્લેગ માર્ચ કરે, પગપાળા પેટ્રોલિંગ કરે અને સમયે સમયે બધા સમાજના લોકો સાથે વાતચીત કરે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ગ્રુપ પર પણ નજર રાખવાનુ કહ્યુ છે જેથી અફવા ફેલાવનાર અને હિંસા સામે ઉકસાવનાર સામે કડકાઈથી પગલા લઈ શકાય.

બે હેલીકૉપ્ટર તૈનાત

બે હેલીકૉપ્ટર તૈનાત

મુખ્યમંત્રીએ કહ્યુ કે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમને સ્થાપિત કરવામાં આવે જે ચોવીસ કલાક કાર્યરત રહે. સાથે જ મુખ્યમંત્રી બે હેલીકોરટને તૈનાત કરવાના નિર્દેશ પણ આપ્યા છે. એક હેલીકોપ્ટર લખનઉ અને બીજુ અયોધ્યામાં તૈનાત રહેશે. યુપી ડીજીપી અને ચીફ સેક્રેટરી આ દરમિયાન મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર હતા. સરકારના પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ કે અયોધ્યા ચુકાદો આવવાનો છે. કાર્તિક પૂનમનો તહેવાર, બારાવફાત અને પ્રકાશ પર્વ પણ આવવાના છે માટે મુખ્યમંત્રી ઈચ્છે છે કે રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોય.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ CJI રંજન ગોગોઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યાઆ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ CJI રંજન ગોગોઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા

દરેજ જગ્યાએ નજર

દરેજ જગ્યાએ નજર

વળી, કોર્ટના ચુકાદા પહેલા ભારત-નેપાળ સીમાની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગેરકાયદેસર અવરજવર પર પૂરતી નજર રાખવામાં આવશે. જે પણ ગેરકાયદેસર રીતે સીમાની અંદર ઘૂસવાની કોશઇશ કરે તેની તરત ધરપકડ કરવામાં આવશે. સાથે જ અધિકારી ઈલેક્ટ્રોનિક મીડિયા અને ઈન્ટરનેટ પર બાજ નજર રાખશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ કહ્યુ કે અયોધ્યામાં વિશેષ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવે. અયોધ્યામાં પંચકોસી પરિક્રમા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે 11-12 નવેમ્બરે કારતક પૂનમના કારણે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે. એવામાં જો ટ્રાફિક જામ થાય તો પોલિસને બેરીકોડ લગાવવાનુ કહેવામાં આવ્યુ છે.

English summary
Ayodhya Verdict: ahead of ayodhya verdict DM and officials asked to stay in night shift two choppers on standby.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X