For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Verdict Live: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને આપવામાં આવશે

Ayodhya Verdict Live: પાંચ જજોની બેંચ સવારે 10.30 વાગ્યે ફેસલો સંભળાવશે

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ રાજનૈતિક દ્રષ્ટિએ સંવેદનશીલ અયોધ્યા વિવાદ મામલે શનિવારે ફેસલો સંભળાવશે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ધનન્જય વાઈ ચન્દ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની 5 સભ્યોની બેંચ શનિવારે સવારે સાડા દસ વાગ્યે આ મામલે ફેસલો સંભળાવશે. બેંચે 16 ઓક્ટોબરે આ મામલાની સુનાવણી પૂરી કરી હતી. પીઠે છ ઓગસ્ટે સતત 40 દિવસ સુધી આ મામલાની સુનાવણઈ કરી હતી. અયોધ્યા કેસના ચુકાદાને લઈ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છેમંદિર જતા તમામ રસ્તાઓ વાહનો માટે સીલ કરી દેવામાં આવ્યા છે. સેન્સીટીવ તમામ રસ્તાઓ અને વિસ્તારો સુરક્ષાબળોની દેખરેખમાં છે. આ ઉપરાંત દંગા ફસાતથી નિપટવા માટે ટેમ્પરરી જેલ બનાવવામાં આવી છે જેમાં 400થી વધુ લોકોને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

ayodhya case

અયોધ્યા કેસઃ ચુકાદા પહેલા લોકો ભેગુ કરી રહ્યા છે જરૂરી રાશન, અમુક લોકો છોડી રહ્યા છે શહેરઅયોધ્યા કેસઃ ચુકાદા પહેલા લોકો ભેગુ કરી રહ્યા છે જરૂરી રાશન, અમુક લોકો છોડી રહ્યા છે શહેર

Newest First Oldest First
2:13 PM, 9 Nov

કેકે મુહમ્મદ ASI - પુરાતાત્વિક અને ઐતિહાસિક પુરાવાના આધારે અદાલત એ નિષ્કર્ષ પર પહોંચી કે પહેલા અહીં બહુ મોટુ મંદિર હતુ.
2:02 PM, 9 Nov

સૂત્રો મુજબ અમિત શાહે રાજ્યોની સુરક્ષાની સમીક્ષા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કાયદો તેમજ વ્યવસ્થા અંગે વાત કરી.
1:45 PM, 9 Nov

શ્રી શ્રી રવિશંકર- આ એક ઐતિહાસિક ચુકાદો છે, હું તેનુ સ્વાગત કરુ છુ, આ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને હવે તે એક નિષ્કર્ષ પર પહોંચી ગયો છે.
1:30 PM, 9 Nov

પીએમ મોદીનુ ટ્વિટ – દેશની સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. આ ચુકાદાને કોઈની હાર કે જીત રૂપે ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદભાવ અને એકતા જાળવી રાખો.
1:10 PM, 9 Nov

કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. અમે રામ મંદિરના નિર્માણના પક્ષમાં છે. આ ચુકાદાએ માત્ર મંદિર નિર્માણ માટે દરવાજા નથી ખોલ્યા પરંતુ આ મુદ્દાનુ રાજકીયકરણ કરવા માટે ભાજપ અને અન્ય લોકો માટે દરવાજા પણ બંધ કરી દીધા છે.
1:06 PM, 9 Nov

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કમાલ ફારુકીએ કહ્યુ, આના બદલે અમે 100 એકર જમીન પણ આપી દઈએ તો તો કોઈ ફાયદો નથી. અમારી 67 એકર જમીન પહેલેથી જ અધિગૃહિત કરવામાં આવી ચૂકી છે તો અમનેશું દાનમાં આપી રહ્યા છે એ? અમારી 67 એકર લીધા બાદ 5 એકર જમીન આપી રહ્યા છે. આ ક્યાંનો ન્યાય છે?
1:03 PM, 9 Nov

જફરયાબ જિલાની - જો અમારી સમિતિ સંમત થશે તો અમે એક સમીક્ષા અરજી દાખલ કરીશુ.
12:58 PM, 9 Nov

અયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ શહેરની સુરક્ષા વધુ સઘન કરી દેવાઈ છે. સુરક્ષાબળો ફ્લેગ માર્ચ કરી રહ્યા છે.
12:47 PM, 9 Nov

ચુકાદાનુ સમ્માન કરીએ છીએ પરંતુ અમે આનાથી સંતુષ્ટ નથી, આના પર ક્યાંય પણ કોઈ પ્રકારનુ પ્રદર્શન ન થવુ જોઈએ - જફરયાબ જિલાની
12:46 PM, 9 Nov

આ એક ઐતિહાસિક નિર્ણય છે, હું જનતાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરુ છુ - રાજનાથ સિંહ
12:21 PM, 9 Nov

જફરયાબ જિલાની - અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માન કરીએ છીએ પરંતુ અમે આગળની કાર્યવાહી નક્કી કરીશુ.
12:13 PM, 9 Nov

નીતીશ કુમાર - સુ્પ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરવુ જોઈએ. સામાજિક સમરસતા માટે ફાયદાકારક રહેશે.
12:13 PM, 9 Nov

બાબરી મસ્જિદ પક્ષકાર ઈકબાલ અનસારી - સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માન કરીએ છીએ.
11:36 AM, 9 Nov

વરુણ કુમાર સિન્હા, વકીલ હિંદુ મહાસભા - આ એક ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદા સાથે સર્વોચ્ચ ન્યાયાલયે વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે.
11:33 AM, 9 Nov

વિષ્ણુ શંકર જૈન, વકીલ હિંદુ મહાસભા - કોર્ટે કહ્યુ અયોધ્યામાં સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવે.
11:31 AM, 9 Nov

સુપ્રીમ કોર્ટનો આદેશ -અયોધ્યામાં 5 એકર જમીનનો એક ઉપયુક્ત વૈકલ્પિક ભૂખંડ સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે.
11:30 AM, 9 Nov

સુપ્રીમ કોર્ટનો આદેશ - 3-4 મહિનાની અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટ ટ્રસ્ટની સ્થાપના માટે યોજના તૈયાર કરો અને વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે સોંપી દો.
11:23 AM, 9 Nov

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને આપવામાં આવશે.
11:17 AM, 9 Nov

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યુ કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.
11:15 AM, 9 Nov

હિંદુ હંમેશાથી માનતા હતા કે ભગવાન રામનુ જન્મસ્થાન આંતરિક પ્રાંગણમાં છે. એ સ્પષ્ટ રીતે સ્થાપિત છે કે મુસલમાનોએ આંતરિક આંગણાની અંદર નમાઝ કરી અને હિંદુઓએ બહારના પ્રાંગણમાં પૂજા કરી.
11:14 AM, 9 Nov

હિંદુઓએ રામ ચબૂતરા પર પૂજા કરવાનુ ચાલુ રાખ્યુ પરંતુ ગર્ભગૃહ પર પણ સ્વામીત્વ ચાલુ રાખ્યુ.
11:13 AM, 9 Nov

આ અંગેના પ્રમાણ છે કે અંગ્રેજોના આવતા પહેલા રામ ચબૂતરો, સીતા રસોઈની પૂજા હિંદુઓ દ્વારા કરવામાં આવતી હતી. આ તથ્યથી માલુમ પડે છે કે હિંદુઓનો વિવાદિત ભૂમિની બહારના ભાગ પર કબ્જો હતો – સુપ્રીમ કોર્ટ
11:11 AM, 9 Nov

સીજેઆઈ - આસ્થાના આધારે જમીનના માલિકી હકનો ચુકાદો નહિ થાય.
11:10 AM, 9 Nov

સીજેઆઈ – હિંદુ અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમિ માને છે, તેમની ધાર્મિક ભાવનાઓ છે, મુસલમાન આને બાબરી મસ્જિદ કહે છે.
11:08 AM, 9 Nov

સીજેઆઈ – હિંદુઓની આસ્થા અને વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા અંગત વિશ્વાસનો વિષય છે.
10:59 AM, 9 Nov

સુપ્રીમ કોર્ટને સીજેઆઈ - ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ શંકાથી પરે છે અને તેમના નિષ્કર્ષોની ઉપેક્ષા ના કરી શકાય.
10:58 AM, 9 Nov

સીજેઆઈ - આ ન્યાયલયે પૂજા કરનારાના વિશ્વાસને સ્વીકાર કરવો જોઈએ.
10:57 AM, 9 Nov

સીજેઆઈ રંજન ગોગોઈએ નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો.
10:56 AM, 9 Nov

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ બાબરી મસ્જિદને મીર બાકીએ બનાવડાવી હતી.
10:49 AM, 9 Nov

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કંટ્રોલ રૂમ સુરક્ષા માટે બેઠક બોલાવી.
READ MORE

English summary
Ayodhya Verdict Live: bench of five judges to deliver crucial verdict on ayodhya land dispute case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X