For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદા બાદ શું કાશી-મથુરા વિવાદ પહોંચશે કોર્ટ? SCએ આપ્યો આ જવાબ

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો હતો કે શું આ ચુકાદા બાદ આ રીતના ધાર્મિક મામલાની કોર્ટમાં લાઈન લાગી જશે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો હતો કે શું આ ચુકાદા બાદ આ રીતના ધાર્મિક મામલાની કોર્ટમાં લાઈન લાગી જશે. લોકોના મનમાં એ સવાલ હતો કે શું પ્રાર્થના સ્થળ માટે કોર્ટમાં અરજીઓની લાંબી લાઈન લાગશે. પરંતુ આ સાલો પર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા દરમિયાન જ વિરામ લગાવી દીધુ છે. કોર્ટે ચુકાદામાં કહ્યુ છે કે ઈતિહાસમાં ઘણી ભૂલોનો ઈલાજ લોકો દ્વારા કાયદાને હાથમાં લેવાનો નથી.

આ રીતના વિવાદ માટે નથી ખુલ્લા કોર્ટના દરવાજા

આ રીતના વિવાદ માટે નથી ખુલ્લા કોર્ટના દરવાજા

રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ એક જૂથ એવુ પણ હતુ જે દેશના અન્ય ભાગોમાં આ રીતના વિવાદને કોર્ટ પહોંચાડવા ઈચ્છે છે જેમાં મુખ્ય રીતે કાશી તેમજ મથુરા આવે છે જ્યાં અયોધ્યાની જેમ જ મસ્જિદ સ્થિત છે. પાંચ જજોની બેંચે હાઈકોર્ટન જજ ડીવી શર્માના મંતવ્યને બાજુએ મૂકીને કહ્યુ કે અયોધ્યા ચુકાદા બાદ આ રીતના ધાર્મિક પ્રાર્થના સ્થળ સાથે જોડાયેલ વિવાદ માટે કોર્ટના દરવાજા ખુલી નથી ગયા.

હાઈકોર્ટનો ચુકાદો

હાઈકોર્ટનો ચુકાદો

અયોધ્યા વિવાદ પર ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ જજોની બેંચે ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદામાં જસ્ટીસ શર્માએ કહ્યુ હતુ કે જો ધાર્મિક સ્થળ પર પ્રાર્થના કરવાની અનુમતિ પહેલા મળેલી હતી તો આની સાથે જોડાયેલા કેસની સુનાવણી પ્રાર્થના સ્થળ એક્ટ (પ્લેસ ઑફ વર્શિપ એક્ટ) કાયદા અનુસાર જ થશે. કોર્ટના આ ચુકાદા બાદ બધા ધાર્મિક વિવાદની સુનાવણી કોર્ટે કરવી પડતી. એટલુ જ નહિ દેશની આઝાદી બાદ જેટલા પણ આ પ્રકારના વિવાદ છે તેના પર કોર્ટે સુનાવણી કરવી પડતી. પરંતુ રામ જન્મમભમિ વિવાદને આ એક્ટથી અલગ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સેનાના પૂર્વ અધિકારીનુ તિહાર જેલમાં મોત, પોલિસે લગાવ્યો ચીન માટે જાસૂસીનો આરોપઆ પણ વાંચોઃ સેનાના પૂર્વ અધિકારીનુ તિહાર જેલમાં મોત, પોલિસે લગાવ્યો ચીન માટે જાસૂસીનો આરોપ

ભવિષ્યમાં ન કરવામાં આવે છેડછાડ

ભવિષ્યમાં ન કરવામાં આવે છેડછાડ

કોર્ટના ચુકાદાને બાજુએ મૂકીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કાયદા હેઠળ કોઈ પણ ધાર્મિક સ્થળનુ પરિવર્તન ન કરી શકાય. સાથે જ કોર્ટે કહ્યુ કે ભવિષ્યમાં લોકો દ્વારા જ્યાં પ્રાર્થના કરવામાં આવે ચે તે પ્રાર્થના સ્થળને સુરક્ષિત રાખવામાં આવે અને તેની સાથે છેડતી કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ કે પ્રાર્થના સ્થળ માટે સંસદે જે કાયદો બનાવ્યો છે તેમાં ક્યાંય કહેવામાં નથી આવ્યુ કે ઈતિહાસમાં કંઈ ખોટુ થયુ છે તો તેને આધાર બનાવીને વર્તમાન સમયમાં કે પછી ભવિષ્યમાં પ્રાર્થના સ્ળ સાથે કોઈ છેડછાડ કરવામાં આવે.

ધાર્મિક સ્થળને સુરક્ષિત રાખવામાં આવે

ધાર્મિક સ્થળને સુરક્ષિત રાખવામાં આવે

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કાયદાનુ કામ છે બંધારણ દ્વારા અપાયેલ મૌલિક મૂલ્યોની રક્ષા કરવામાં આવે. કોર્ટે કહ્યુ કે એક્ટને એ આધારે તૈયાર કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં લોકો સાથે થયેલો અન્યાય અને તેમના જખમ પર મલમ લગાવવામાં આવી શકે અને બધા ધર્મ સમાજના લોકોને એ ભરોસો આપી શકાય કે પ્રાર્થના સ્થળ સુરક્ષિત રહેશે અને તેમનો મૂળ સ્વભાવને બદલવામાં નહિ આવે. કોર્ટે કહ્યુ કે ધાર્મિક પ્રાર્થના સ્થળ એક્ટ ભારતના બધા ધર્મોની સમાનતાના વિશ્વાસને પ્રદર્શિત કરે છે.

English summary
Ayodhya Verdict: SC has not opened the doors for other cases says SC after Ram mandir decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X