For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે રામલલા વિરાજમાન જેમને સુપ્રીમ કોર્ટે આપી દીધી વિવાદિત જમીન, જાણો આખી કહાની

કોર્ટે આ ચુકાદામાં વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપી દીધી છે. તમારે એ જાણવુ જરૂરી છે કે છેવટે કોણ છે રામલલા વિરાજમાન અને શું છે તેમની આખી કહાની.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટે આ ચુકાદામાં વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપી દીધી છે. એટલે કે વિવાદિત જમીન રામ મંદિર માટે આપી દેવામાં આવી છે. જયારે મુસ્લિમ પક્ષને અલગ સ્થળે જગ્યા આપવા માટે કહેવામાં આવ્યુ છે. એટલે કે કોર્ટે અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે અલગ જગ્યાએ જમીન આપવાના આદેશ આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ સરકારને એક નવુ ટ્રસ્ટ બનાવવાના પણ આદેશ આપી દીધા છે જેને તે જમીન નિર્માણ માટે આપવામાં આવશે. તમારે એ જાણવુ જરૂરી છે કે છેવટે કોણ છે રામલલા વિરાજમાન અને શું છે તેમની આખી કહાની.

કોણ છે રામલલા વિરાજમાન

કોણ છે રામલલા વિરાજમાન

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનના માલિક રામલલાને માન્યા છે. તમને જણાવી દઈએ કે આ રામલલા ના તો કોઈ સંસ્થા છે અને ના કોઈ ટ્રસ્ટ. અહીં વાત સ્વયં ભગવાન રામના બાળ સ્વરૂપની થઈ રહી છે. એટલે કે સુપ્રીમ કોર્ટે રામલલાને લીગલ ઈન્ટિટી માનીને જમીનના માલિકી હક તેમને આપ્યા છે.

હિંદુ પરંપરામાં ભગવાનને માનવામાં આવ્યા છે કાયદેસર વ્યક્તિ

હિંદુ પરંપરામાં ભગવાનને માનવામાં આવ્યા છે કાયદેસર વ્યક્તિ

હિંદુ પરંપરા અનુસાર ભગવાનને કાયદેસર વ્યક્તિ માનવામાં આવ્યા છે જેમના અધિકાર અને કર્તવ્ય હોય છે. ભગવાન કોઈ સંપત્તિના માલિક પણ હોઈ શકે છે. સાથે જ તે કોઈ કેસ ફાઈલ કરાવી શકે છે કે તેમના નામ પર કેસ નોંધાવી શકાય છે. હિંદુ કાયદામાં દેવતાઓની મૂર્તિઓને કાયદેસર વ્યક્તિ માનવામાં આવી છે. હિંદુ કાયદાઓમાં દેવતાઓની મૂર્તિઓને કાયદેસર વ્યક્તિ માનવામાં આવી છે. વિવાદિત સ્થળ જ્યાં રામ લલાની જન્મભૂમિ માનવામાં આવે છે ત્યાં રામલલા એક સગીર રૂપમાં હતા. આ કેસમાં રામલલાને પણ સગીર અને ન્યાયિક વ્યક્તિ માનીને તેમના તરફથી કોર્ટમાં આ કેસ વિશ્વ હિંદુ પરિષદના સીનિયાર નેતા ત્રિલોકી નાથ પાંડેએ દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદીઆ પણ વાંચોઃ અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી

રામલલાને એડવોકેટ બનાવવામાં આવ્યા

રામલલાને એડવોકેટ બનાવવામાં આવ્યા

રામલલા વિરાજમાનનુ પ્રતિનિધિત્વ ત્રિલોકનાથ પાંડે કરે છે અને પાંડે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના સભ્ય છે. દેવકી નંદન અગ્રવાલ કે જે ઈલાહાબાદ હાઈકોર્ટના રિટાયર જજ છે તે પેહલા આગલા મિત્ર હતા. અગ્રવાલ તરફથી વર્ષ 1989માં કસ નોંધવામાં આવ્યો હતો જેમાં રામલલા વિરાજમાન અને શ્રીરામ જન્મભૂમિનુ પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાંડે કે જે વીએચપીના સીનિયર લીડર છે તે વર્ષ 2002માં અગ્રવાલના મૃત્યુ બાદ આગલા મિત્ર બની ગયા હતા.

English summary
Ayodhya Verdict: Who is Ram Lalla Virajman, here is the Full Story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X