For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મુસ્લિમ નેતાની સ્ટડી પણ ઐયાશી બની જાય છે’

|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 જાન્યુઆરીઃ પોતાની વિવાદિત ટીપ્પણીઓના કારણે જાણીતા ઉત્તર પ્રદેશના સંસદીય કાર્યના મંત્રી મો. આઝમ ખાન સહિત અને મંત્રીઓ વિદેશી ટૂરમાંથી પરત આવી ગયા છે, પરંતુ આવતાની સાથે જ ખાને પોતાના ગરમ મિજાજ મીડિયા સામે પ્રસ્તૃત કર્યો છે. મીડિયા પર ગુસ્સો કાઢતા આઝમ ખાને કહ્યું કે અમે બધા વિદેશી ટૂર પર ગયા હતા, અમને બધા યુએનઓ અને કોમનવેલ્થ એસોસિએશન તરફથી આમંત્રણ મળ્યું હતું. જેના પર અમને બધાને રાજ્ય અને કેન્દ્ર સરકારની અનુમતિ મળી હતી.

azam-khan-01
જો કે જે પ્રકારે મીડિયામાં અમારા પ્રવાસને ફોગટનો ખર્ચ ગણાવવામાં આવી રહ્યો છે તે ખોટું છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ વખતે પ્રતિનિધિમંડળ એક મુસ્લિમ મંત્રી(આઝમ ખાન)ના નેતૃત્વમાં ગયુ હતું. તેથી કેટલાક રાજકીય દળો અને મીડિયાએ તેને કારણ વગરનો મુદ્દો બનાવી નાંખ્યો. અહીં તો મુસ્લિમ નેતાની સ્ટડી પણ ઐયાશી બની જાય છે.

આઝમ ખાને કહ્યું કે મીડિયાએ અમને વિલન બનાવી દિધા હતા, લાગી રહ્યું હતું કે અમે જાણે કે વિદેશ ઐયાશી કરવા ગયા છીએ. મીડિયા કવરેજ એવું જણાવે છે કે મીડિયા નેતાઓ અને રાજકીય વ્યવસ્થા પ્રત્યે આમ જનતામાં નફરત પેદા કરી દેશમાં રાજકીય અરાજકતાનો માહોલ બનાવવા માગે છે. આઝમ ખાને કહ્યું કે અમે કોઇ આશ્ચર્ય પમાડે તેવું કામ તો કર્યું નથી. આ પહેલા 1998થી 2003 સુધી તત્કાલિન વિધાનસભા અધ્યક્ષ કેશરીનાથ ત્રિપાઠી અને 2004માં તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ માતા પ્રસાદ પાંડેયના નેતૃત્વમાં ધારાસભ્યો અને મંત્રીઓનું પ્રતિનિધમંડળ દર વર્ષે અધ્યયન અને પ્રશિક્ષણ માટે વિદેશના પ્રવાસે જતું હતું, પરંતુ આ વખતે મુસ્લિમ નેતા ટૂર પર ગયા એટલા માટે રાઇનો પહાડ કરવામાં આવી રહ્યો છે.

English summary
Media is harassing UP MLA delegation on tour said SP minister Azam Khan. He said the study tour was a significant achievement of the leadership of Uttar Pradesh and a matter of pride for the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X