Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આઝમ ખાનને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા, કોર્ટ દ્વારા સજા બાદ કાર્યવાહી કરાઈ!

સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે યુપી વિધાનસભાના સભ્યપદેથી તેમને હટાવવામાં આવ્યા છે.

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે યુપી વિધાનસભાના સભ્યપદેથી તેમને હટાવવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, કોર્ટે હેટ સ્પીચ મામલે દોષી ઠેરવ્યા બાદ સજા ફટકારી હતી. સજા સાથે સાથે હવે તેમને વિધાનસભાનું સભ્યપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે આઝમ ખાન રામપુરથી વિધાનસભાના સભ્ય હતા, હવે આ સીટને ખાલી જાહેર કરી દેવાઈ છે.

Azam Khan

કોંર્ટે હેટ સ્પીચ મામલે દોષી સાહિત થતા આઝમ ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આઝમ ખાન પર આરોપ છે કે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ અને રામપુરના તત્કાલિન ડીએમને લઈને ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. વિશેષ MP/MLA કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવી 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

ફરિયાદી આકાશ દાસ સક્સેનાની ફરિયાદને ધ્યાને લઈને વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ આ કાર્યવાહી કરી છે. વિધાનસભાના અધ્યક્ષ ઉપરાંત આકાશ સક્સેનાએ પણ સભ્યપદ રદ કરવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી. સદસ્યતા રદ કર્યા બાદ સ્પીકરે રામપુર વિધાનસભા ખાલી હોવા અંગેની માહિતી ચૂંટણી પંચને મોકલી દીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુરુવારે વિશેષ અદાલતે આઝમને દોષિત ઠેરવતા સાથે જ કસ્ટડીમાં લેવાયા હતા. જો કે સજાની જાહેરાત બાદ આઝમને તરત જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રણેય કેસમાં તે દોષિત ઠર્યા છે. આઝમ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X