કુંભ મેળામાં બાબા રામદેવે સાધુ-સંતોને અનોખી અપીલ કરી
પ્રયાગરાજ પહોંચેલા બાબા રામદેવે ત્યાંના સાધુ-સંતોને ધુમ્રપાન નહીં કરવા માટે કહ્યું છે. તેમને કહ્યું કે અમે રામ અને કૃષ્ણનું અનુસરણ કરીયે છે.
પ્રયાગરાજ પહોંચેલા બાબા રામદેવે ત્યાંના સાધુ-સંતોને ધુમ્રપાન નહીં કરવા માટે કહ્યું છે. તેમને કહ્યું કે અમે રામ અને કૃષ્ણનું અનુસરણ કરીયે છે. તેમને આખું જીવન ધુમ્રપાન નથી કર્યું, તો આપણે કેમ કરીયે છે? આપણે નશો છોડી દેવો જોઈએ. આપણે સાધુઓએ મોટા કામ માટે આપણા માતાપિતા, ઘર પરિવારને છોડી દીધા છે, તો શુ આપણે ધુમ્રપાન ના છોડી શકીયે? બાબા રામદેવે કુંભ પહોંચીને સાધુ-સંતો સાથે વધારે સમય પસાર કર્યો. બાબા રામદેવ કુંભમાં નશામુક્તિ અભિયાન લઈને ગયા છે. અહીં તેમને સાધુ-સંતોને નશો છોડવાનું આહ્વાન કર્યું.
આ પણ વાંચો: 33,400 લોકોને બાબા રામદેવ નોકરી આપશે, જાણો શું છે પ્લાન

તંબાકુ છોડવાની શપથ અપાવી
બાબા રામદેવે આ દરમિયાન અલગ અલગ સાધુઓ પાસેથી તેમનું ચિલ્લમ લઇ લીધું અને તંબાકુ છોડવાની શપથ અપાવી. તેમને કહ્યું કે આ બધી ચિલ્લમ ભેગી કરીને તેને મ્યુઝિયમમાં રાખીશ. બાબા રામદેવે કહ્યું કે મેં યુવાનો પાસેથી તંબાકુ અને ધુમ્રપાન છોડાવ્યું છે, તો મહાત્માઓ પાસેથી કેમ નહીં છોડાવી શકું. સાધુઓએ પણ સ્વેચ્છાથી પોતાના ચિલ્લમ બાબા રામદેવને આપી દીધા. આ કુંભમાં કરોડો લોકો આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભિક્ષુક છે.

7 લાખથી વધારે નાગા સાધુઓ પહોંચ્યા
આપણે જણાવી દઈએ કે 55 દિવસો સુધી ચાલનાર કુંભ મેળો 4 માર્ચે પૂરો થઇ રહ્યો છે. આ વખતે લગભગ 13 કરોડ લોકો અહીં પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અહીં પહોંચનાર ભક્તોનું માનવું છે કે કુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવાથી તેમના બધા જ પાપો ધોવાઈ જાય છે. આ વખતે પણ સંગમ તટ પર 7 લાખથી વધારે નાગા સાધુઓ પહોંચ્યા છે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ
કુંભ પહોંચેલા બાબા રામદેવે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખતા જલ્દી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ કરી છે. આ દરમિયાન તેમને કહ્યું કે ભગવાન રામ કોઈ રાજનૈતિક મુદ્દો નથી. તે કોઈ પાર્ટી માટે વોટ બેંક નથી.












Click it and Unblock the Notifications
