શપથ લેવા જઇ રહેલા મોદી પર વડાપ્રધાન બનવા માંગે છે બાબા રામદેવ
નવી દિલ્હી, 25 મે: ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીના મોટા સમર્થક યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે હું મંત્રી બનવા માટે બેચેન નથી. ન્યૂઝ ચેનલ સીએનએન-આઇબીએનની સાથે વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે તે ઇચ્છે તો સાંસદ, મુખ્યમંત્રી સુધીના વડાપ્રધાન બની શકે છે.
બાબા રામદેવે કહ્યું કે આ દેશના યોગ્ય લોકોને યોગ્ય જનાદેશ આપ્યો છે. જ્યારે બાબા રામદેવે પૂછવામાં આવ્યું કે શું તમે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી બનાવવા માંગે છે, તો તેમણે આ અંગે સ્પષ્ટ મનાઇ કરી દિધી. તેમણે કહ્યું કે ભાવિ પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા નેતા છે.
તેમણે કહ્યું કે જો મારે મંત્રી બનવું હોત, તો હું હરિદ્વાર ન આવત, દિલ્હીમાં ડેરો જમાવી બેઠો રહેતો. અત્રે ઉલ્લેખનીય છે કે રામદેવ ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યા બાદ જ હરિદ્વાર પરત ફર્યા છે. બાબા રામદેવે કહ્યું કે ભાજપને બહુમત મળ્યા બાદ હું નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ મેં એકવાર પણ તેમને ફોન કર્યો નથી.

તેમણે કહ્યું કે આગામી સરકાર કેવી હોય તે નરેન્દ્ર મોદીને નક્કી કરવાનું છે. લોકસભા ચૂંટણી દરમિયાન બાબા રામદેવે ભાજપના પક્ષમાં જોરદાર કેમ્પેન ચલાવ્યું હતું. કેમ્પેન દરમિયાન તેમણે ઘણીવાર કહ્યું હતું કે તે દેશ માટે કામ કરી રહ્યાં છે ના કે રાજકારણ માટે. તેમણે એમપણ કહ્યું હતું કે તે ક્યારેય સક્રિય રાજકારણમાં આવશે નહી. જો કે બાબા રામદેવના નિવેદનને પાર્ટીએ તેમની અભિવ્યક્તિ ગણાવી છે પર રામદેવે આને આત્મવિશ્વાસ સાથે કહેવામાં આવેલી વાત કહી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
