Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યા રૂપિયા માટે કરાઈ? પુત્ર જીશાન સિદ્દીકીનો મોટો દાવો
Baba Siddique Murder : મુંબઈના જાણીતા નેતા અને બોલિવૂડના નજીકના મનાતા બાબા સિદ્દીકીની હત્યાએ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો હંગામો સર્જ્યો છે.
બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યા બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે. હવે આ મુદ્દે બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીએ મોટો દાવો કર્યો છે.

હાલમાં જ એનસીપીમાં સામેલ થયેલા બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીએ પિતાની હત્યાને લઈને મોટો દાવો કર્યો છે. જીશાન સિદ્દીકીએ કહ્યું છે કે તેના પિતાની હત્યા પૈસા માટે કરવામાં આવી છે. અમે બંને નિશાના પર હતા પરંતુ જતા-જતા પિતા મારી રક્ષા કરતા ગયા.
જણાવી દઈએ કે, કોંગ્રેસના ધારાસભ્ય રહ્યાં બાદ અજીત પવારની એનસીપીમાં સામેલ થયેલા બાબા સિદ્દીકીની જુલાઇ મહિનામાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે અને આ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે.
હવે એનસીપી અજીત પવારે બાંદ્રા પૂર્વથી જીશાન સિદ્દીકીને મેદાનમાં ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં જીશાન સિદ્દીકીએ અવિભાજિત ઠાકરેની શિવસેનાના વિશ્વનાથ મહાડેશ્વરને હરાવીને કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક જીતી હતી. હવે તે એનએસપીની ટિકિટ પર 2024ની ચૂંટણી લડશે.
જીશાન સિદ્દીકીએ કહ્યું કે, મારા પિતા બાબા સિદ્દીકીએ લોકો માટે પોતાનો જીવ ગુમાવ્યો, અમારો પરિવાર મુશ્કેલીમાં તેમની સાથે ઉભો છે. અમારો પરિવાર દરેક માટે કામ કરે છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પૈસા માટે કોઈનું ઘર તોડી નાખે છે, મને આશા છે કે મારા પરિવારને ચોક્કસ ન્યાય મળશે.












Click it and Unblock the Notifications
