Baba Siddique Murder : બાબા સિદ્દીકીની હત્યા મહારાષ્ટ્રની ચૂંટણીને કેટલી પ્રભાવિત કરશે?

Baba Siddique News : બાબા સિદ્દીકીની હત્યાએ ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો સર્જી દીધો છે. હવે વિપક્ષી નેતાઓ મહાયુતિની સરકાર પર હમલાવર જોવા મળી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવી રહ્યાં છે. આ મુદ્દો મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટો બનશે તે નક્કી છે.

Baba Siddique Murder

બાબા સિદ્દીકીની હત્યામાં હજુ સુધી કોઈ રાજકીય એંગલ સામે નથી આવ્યો પરંતુ રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષ મહા વિકાસ આઘાડીના નેતાઓ સત્તાધારી મહાયુતિને નિશાને લઈ રહ્યાં છે.

કોંગ્રેસમાં ચાર દાયકા રહ્યાં બાદ બાબા સિદ્દીકી લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની NCPમાં જોડાયા હતા. તેમનો પુત્ર જીશાન સિદ્દીકી હજુ મુંબઈની બાંદ્રા ઈસ્ટ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

મહારાષ્ટ્રમાં વિપક્ષ મહા વિકાસ અઘાડીના અને કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોકના નેતાઓ આ હત્યાકાંડને લઈને આક્રમક છે. રાહુલ ગાંધીથી લઈને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

વિપક્ષી પાર્ટીઓ શિંદે સરકાર અને ખાસ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નિશાને લઈ રહ્યાં છે. મહા વિકાસ અઘાડીના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું માંગ્યુ છે. ઉદ્ધવે આરોપીઓની ધરપકડ પર શંકા વ્યક્ત કરી છે અને પૂછ્યું છે કે શું ધરપકડ કરાયેલા આરોપીઓ સાચા આરોપી છે?

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં કેટલાક મુસ્લિમ નેતાઓએ મહા વિકાસ અઘાડીના કોંગ્રેસ, એનસીપી (શરદચંદ પવાર) અને શિવસેના (યુબીટી) પર આરોપ લગાવ્યો હતો કે તે મુસ્લિમ મતો ઈચ્છે છે પરંતુ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ નથી આપી રહ્યાં.

મહારાષ્ટ્રમાં પૂર્વ કેબિનેટમંત્રી અને રાજ્યમાં કૉંગ્રેસનો મુખ્ય ચહેરો આરિફ નસીમ ખાને પણ ચૂંટણીથી દુરી બનાવી લીધી હતી.

નસીમ ખાન મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી ટિકિટના દાવેદાર હતા પરંતુ પાર્ટીએ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડને તક આપી. એમવીએના ત્રણેય પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટથી દૂર રાખવાનું શ્રેષ્ઠ માન્યું. ગાયકવાડ ચૂંટણી જીત્યા. માત્ર વર્ષા જ નહીં એમવીએ રાજ્યની 48માંથી 30 બેઠકો જીતી છે.

ચૂંટણી પછી વિશ્લેષણમાં ખુલાસો થયો કે મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ ન અપાઈ હોવા છત્તા મુસ્લિમોએ એકતરફી મહાવિકાસ અઘાડીને મત આપ્યા. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ તેમાં સામેલ હતી, જે એક સમયે મુસ્લિમ મતદારો માટે વર્જિત માનવામાં આવતી હતી.

બાબા સિદ્દીકીએ પણ રાજનીતિમાં કોંગ્રેસની સંભાવનાઓ ખતમ થતી જોઈને લોકસભા ચૂંટણી પહેલા મહાયુતિમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કદાચ વિધાનસભા બચાવવા માટે પુત્રને આમ કરતા અટકાવવામાં આવ્યા. હવે આ ચૂંટણીમાં તી મોટી અસર જોવા મળી શકે છે.

બાબા સિદ્દીકીની હત્યાનો મુદ્દો મહા વિકાસ અઘાડી માટે મોટો મુ્દ્દો બની શકે છે. વિપક્ષી ગઠબંધન રાજનીતિ કરી શકે છે કે પોતાના નેતાઓને જ ન બચાવી શકનારી સરકાર લોકો માટે કેટલી ઠીક? આ સિવાય મુસ્લિમ મતદારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X