Baba Siddique shot : લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરાવી બાબા સિદ્દીકીની હત્યા? પંજાબ જેલમાં બન્યો હતો પ્લાન?

Baba Siddique Shot Dead : મહારાષ્ટ્રના જાણીતા નેતા અને બોલિવૂડની દુનિયાના નજીકના ગણાતા બાબા સિદ્દીકીની હત્યાને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ હત્યાનું કનેક્શન પંજાબ જેલ સુધી લંબાયુ છે.

પોલીસ તપાસમાં થયેલા ખુલાસા અનુસાર, બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી છે. આરોપીઓની પૂછપરછમાં ક્રાઈમ બ્રાન્ચને લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીના પુરાવા મળ્યા છે.

Baba Siddique shot

ચાર આરોપીઓમાંથી ત્રણ પંજાબની જેલમાં સાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યો સાથે થઈ હતી. આ પછી ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા હતા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી મળી હતી.

સમાચારો અનુસાર, હત્યા બાદ શૂટરો 50-50 હજાર રૂપિયાની વહેંચણી કરવાના હતા. જો કે તે પહેલા જ મુંબઈ પોલીસે પકડી લીધા. પૂછપરછ દરમિયાન શૂટરોએ જણાવ્યું કે એક મહિના પહેલા શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવતું હતું.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો અનુસાર, બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પણ આવી જ રીતે ભાડાના મકાનમાં રહીને રેકી કરતા હતા અને પછી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ કેસની તપાસને આગળ ધપાવીને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ઉજ્જૈન, દિલ્હી અને હરિયાણા રવાના થઈ ગઈ છે.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસે નોંધેલી એફઆઈઆરમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામનો ઉલ્લેખ છે તેમાં 23 વર્ષનો ગુરમેલ બલજીત સિંહ હરિયાણાનો અને ઉત્તર પ્રદેશનો ધરમરાજ રાજેશ કશ્યપ છે જે માત્ર 19 વર્ષનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X