બાબરી ધ્વંશની વરસી અંગે લોકસભામાં હંગામો

parliament
નવીદિલ્હી, 6 ડિસેમ્બરઃ અયોધ્યામાં વિવાદાસ્પદ ઇમારત(બાબરી)નો ધ્વંશ કરાયાની 20મી વરસી પર આ ઘટનાને લઇને વિભિન્ન રાજકીય પક્ષો દ્વારા હંગામો મચાવવામાં આવતા આજે લોકસભાની બેઠક શરૂ થયાને 10 મીનિટ બાદ જ બપોર 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થયા બાદ ફરી એકવાર હંગામાના કારણે સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સવારે કાર્યવાહી શરૂ થતા અઘ્યક્ષ મીરા કુમારે સદનને પાકિસ્તાનના સંસદીય શિષ્ટમંડળની વિશિષ્ઠ ગેલરીમાં ઉપસ્થિત રહેવાની જાણકારી આપી હતી. ત્યારબાદ અધ્યક્ષે જેવો પ્રશ્નકાળ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો, બસપાના શફીકુર્રરહેમાન બર્ક અયોધ્યામાં વિવાદિત ઇમારત પાડી દેવામાં આવી તેનો મુદ્દો ઉઠાવી કાળા ઝંડા લહેરાવા લાગ્યા. તેમની સાથે એઆઇએમઆઇએમના અસાદુદ્દી ઓવૈસી પણ આ વિષય ઉઠાવ્યો અને દોષિતોને સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરવા લાગ્યા.

ભાજપ અને શિવસેના સભ્ય વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિરનું નિર્માણ અને કાળા ઝંડો દર્શાવવા બાબતે બર્કને નિલંબિત કરવાની માંગ કરવા લાગ્યા હતા. અધ્યક્ષે કાળા ઝંડા દર્શાવવાનારા બર્કને તત્કાળ ઝંડા હટાવવા નિર્દેશ કર્યો હતો અને કહ્યું કે આ પ્રકારથી તે સંસદનું અનાદર કરી શકે નહીં. તમે સંસદમાં કાળા ઝંડાઓ લહેરાવી શકો નહીં.

ડાબેરીઓ અને સપાના સભ્યો પણ વિવાદાસ્પદ ઇમારત ધ્વંશનો વિરોધ કરતા જોવા મળ્યા, ઓવૈસી અને બર્ક અધ્યક્ષના આસન નજીક આવી ગયા. બાદમાં ભાજપ અને શિવસેના સભ્યો પણ આસન પાસે આવી ગયા. અધ્યક્ષ મીરા કુમારે સભ્યોને સમજાવ્યા અને કહ્યું કે પોતાની વાત શુન્યકાળ દરમિયાન રાખી શકે છે. અધ્યક્ષે સભ્યોને પોતાના સ્થાન પર જતા રહેવા અને પ્રશ્નકાળને ચાલવા દેવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ તેનો કોઇ પ્રભાવ નહીં પડતાં તેમણે 10 મીનિટ બાદ બપોરે 12 સુધી સ્થગિત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X