• search

યુએસમાં બેબી સાનવીની હત્યાઃ અનૈતિક સંબંધો જવાબદાર?

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  saanvi
  હૈદરાબાદ, 29 ઑક્ટોબરઃવેન્નાસ હાલ જીવનની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. કારણ કે ઘરમાં બે-બે મૃત્યું થયા છે. એક 61 વર્ષીય સત્યવથીની હત્યા કરવામાં આવી અને બીજી તેમની 10 મહિનાની પૌત્રી સાનવીની અપહરણ બાદ હત્યા નિપજાવવામાં આવી છે. આ બધાની વચ્ચે એક એવા સમાચાર વહેતા થયા છે કે સાનવીના માતા લથા અને હત્યારા વચ્ચે અનૈતિક સંબંધો હતા.

  વેન્નાસ કે જેઓ રવિવારે આંધ્રપ્રદેશના ગુતંર ખાતે સત્યવથીના અંતિમ સંસ્કાર કરીને આવ્યાં, તેમણે અનૈતિક સંબંધો અંગે કહ્યું છે કે, આ પૈસાની લાલચનો કેસ છે, અમારી નાની પુત્રીનું અપહરણ ખંડણી માંગવા માટે કરવામાં આવ્યું હતું.

  પરિવારના સભ્યોએ પણ કહ્યું છે કે, અપહરણ કરનાર રઘુનંદન યેનીદામુરી તેમનો કોઇ સંબંધી નહોતો. પરિવારના સભ્યોએ જણાવ્યા પ્રમાણે રઘુનંદન અને સાનવીના માતા-પિતા યુએસમાં પાડોશી છે. લથાના નાના ભાઇ પ્રતાપ રેડ્ડીએ ગંતુરમાં કહ્યું છે, ''આ ખોટી વાત છે, સાનવીના દાદીમાં યુએસ આવ્યા ત્યારે તેને જમવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો કારણ કે તે તેલગુંવાસી હતો.''

  આ બધાની વચ્ચે લથાની માતાએ જણાવ્યું છે કે લથા અને તેનો પતિ છેલ્લા દસ વર્ષથી સંતાનની ઝંખના કરી રહ્યાં હતા. લથાની માતાએ કહ્યું,'' મારી પુત્રી ચેન્ચું લથાને લગ્નના દસ વર્ષ પછી સાનવીનો જન્મ થયો હતો. એવું કોઇ મંદિર કે ધાર્મિક સ્થળ બાકી નહોતું જ્યાં જઇને તેણે તેના પતિ સાથે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના ના કરી હોય. એક વર્ષ પહેલા તેને ત્યાં નાની અમથી સાનવી જન્મી અને હવે એ સાનવીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.''

  યુએસ પોલીસ દ્વારા સાનવી અને તેની દાદીના હત્યારાની ધરપકડ કરવામાં આવ છે, પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે 10 મહિનાની બાળકી સાનવી વેન્નાની અપહરણ બાદ હત્યા કરવાના કેસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુએસમાં તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા રઘુનંદન યંદામુરીએ આ હત્યા કરી છે.

  આ ચોંકાવનારા કેસમાં બહાર આવેલા સત્ય અનુસાર આરોપીએ બાળકી સાનવી અને તેના દાદી સત્યવેથી વેન્નાની હત્યા 50,000 ડોલરની ખંડણીમાંગવાના ઇરાદે કરી હતી. પોલીસે જણાવ્યાનુસાર, રઘુનંદન ઉર્ફે રઘુએ આ ગુન્હો આચરતા પહેલા એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેણે મોકલેલી ખંડણી માંગવા માટેની ચીઠ્ઠીએ તેના આ કાવતરાનો ખુલાસો કર્યો હતો.

  રઘુએ પોલીસને જણાવ્યું કે, તેણે સત્યવાથીની હત્યા સાનવીનું અપહરણ કરવા માટે કરી હતી. સાનવી રડવા લાગી હતી, તેથી તેણે સાનવીને ચાકુ મારી દીધું હતું. તેનો રડતો અવાજ બંધ કરવા તેણે ચાકુ મોઢામાં માર્યું હતુ અને પછી તેને તેણે ટુવાલમાં લપેટી બ્લ્યુ સૂટકેશમાં રાખી દીધી હતી ત્યારબાદ એ સૂટકેશને તેણે પુરુષોના સ્ટીમ બાથરૂમમાં રાખી દીધી હતી. બાદમાં તેણે એ સૂટકેશને સ્ચુઇલકિલ નદી પાસે છોડી દીધી હતી.

  English summary
  The Vennas have been going through a rough phase in their lives when two deaths shattered their family. Sixty-one-year-old Satyavathi was killed while her 10-month-old grand daughter Saanvi was kidnapped and later found dead. Rubbing salt on their wounds, rumour over alleged illicit relationship between Saanvi's mother Latha and the kidnapper has surfaced.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more