મમતાના કિલ્લામાં દરાર, 3 ધારાસભ્યો સહિત 50 કાર્યકરો ભાજપમાં સામેલ
મમતાના કિલ્લામાં દરાર, 3 ધારાસભ્યો સહિત 50 કાર્યકરો ભાજપમાં સામેલ
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે તણાવ અને હિંસા વચ્ચે સંપન્ન થયેલ લોકસભા ચૂંટણી બાદ મમતાના ગઢમાં ફરી એકવાર તિરાડ પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્રણ ધારાસભ્યો (બે ટીએમસી અને એક સીપીએમ) અને 50-60 કાર્યકરો ભાજપમાં સામેલ થઈ ગયા છે. મળેલી જાણકારી મુજબમાં પક્ષ પલટો કરનાર લોકોમાં મુકુલ રૉયના દીકરા શુભ્રાંશુ રૉય, શિલભદ્ર દત્ત અને સુનીલ સિંહ પણ સામેલ છે. દિલ્હી પહોંચેલ ટીએમસીના કાર્યકરોમાં સામેલ ગરીફાના વોર્ડ ની ટીએમસી સભાસદ રૂબી ચેટરજીએ દાવો કર્યો છે કે તેમની સાથે 19 કાર્યકરો પણ દિલ્હીમાં છે.

મમતાના કિલ્લામાં દરાર
તેમણે કહ્યું કે દિલ્હીમાં 20 સભાસદો આવ્યા છીએ. અમે મમતા જીથી નારાજ નથી પરંતુ બંગાળમાં ભાજપની હાલની જીતથી પ્રભાવિત થઈ અમે પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છીએ. લોકો ભાજપને પસંદ કરી રહ્યા છે અને તેના માટે કામ કરી રહ્યા છે. એક ધારાસભ્ય વામપંથી દળ સીપીએમના છે. શુભ્રાંશુ રૉય બીજપુરથી ધારાસભ્ય છે. તેમના સિવાય વિષ્ણુપુરથી ટીએમસીના ધારાસભ્ય તુષાર કાંતિ ભટ્ટાચાર્ય, હેમતાબાદથી સીપીએમના ધારાસભ્ય દેવેન્દ્ર રૉયે પણ પાર્ટીની સદસ્યતા લીધી.
|
સાત તબક્કામાં જોઈનિંગ થશે
જેમ પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી થઈ, તેમ જ ભાજપમાં પણ સાત તબક્કામાં જોઈનિંગ થશે. આજે પહેલો તબક્કો હતો. બાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ત્રણ ધારાસભ્યો અને 50-60 સભાસદો આજે ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં હજુ વધુ જોઈનિંગ થશે.
|
કાર્યકર્તાઓ સુધી અમે પહોંચી રહ્યા છીએ
બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી સંગઠનના પુનર્ગઠનના ઉદ્દેશ્યથી તૃણમૂલ કોંગ્રેસ પોતાના નારાજ નેતાઓની સાથે સંપર્ક સાધી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, 'કોઈ કારણોસર નિષ્ક્રિય હોય તેવા નેતાઓ અને કાર્યકર્તાઓ સુધી અમે પહોંચી રહ્યા છીએ. અમે સૌકોઈને પાર્ટીમાં પરત લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.'












Click it and Unblock the Notifications
