For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદાયૂં રેપ-મર્ડર કેસ: પીડિત પરિવારને મળ્યા રાહુલ, કરી CBI તપાસની માંગ

|
Google Oneindia Gujarati News

બદાયૂં, 31 મે: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બદાયૂંમાં બે યુવતીઓની વળાત્કાર બાદ ફાંસી આપીને હત્યા કરવાની સીબીઆઇ તપાસની પરિવારની માંગ સાથે સહમતી દર્શાવતા શનિવારે જણાવ્યું કે મહિલાની ઇજ્જતની કોઇ કિંમત લગાવી ના શકાય અને પીડિતાઓને ન્યાય મળવો જોઇએ.

રાહુલે બદાયૂંના કટારા સાદતગંજમાં ગત મંગળવારે સામૂહિક બળાત્કાર બાદ ફાંસી પર લટકાવી દેવામાં આવેલી યુવતીઓના પરિવારને મળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'મે પરિવાર સાથે વાત કરી છે અને બંને યુવતીના પિતાએ મને જણાવ્યું છે કે વળતરથી તેમનું કંઇ થવાનું નથી. અમારી જે દીકરીઓ છે તેમની ઇજ્જત છે, તે રૂપિયાથી પાછી મળવાની નથી. તેમનું કહેવું છે કે તેઓ ન્યાય ઇચ્છે છે.'

rahul gandhi
કોંગ્રેસ નેતાએ જણાવ્યું 'પરિવારે એ પણ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની પોલીસ તેમને ન્યાય નથી આપી શકતી. આ ઘટનામાં અત્રેના લોકો પણ સામેલ છે. હું આ વાત સાથે સહમત છું કે મહિલાની ઇજ્જતની કોઇ કિંમત લગાવી શકાય નહી. અહીં ન્યાયની જરૂરીયાત છે. હું સીબીઆઇ તપાસની માંગ સાથે સહમત છું.'

તેમણે જણાવ્યું કે 'સીબીઆઇ તપાસથી પણ વધારે જરૂરી છે કે ન્યાય મળવો જોઇએ. જેમણે આ ખોટું કામ કર્યું છે તેમને ખબર પડવી જોઇએ કે હિન્દુસ્તાનમાં આવું કામ ના કરી શકાય.' આની પહેલા, રાહુલ કટરા સાદતગંજમાં પીડિત પરિજન સાથે મુલાકાત કરવા ગયા. લગભગ 25 મિનિટ સુધી વાતચીત કર્યા બાદ તેઓ એ વૃક્ષની પાસે પણ ગયા જ્યાં બંને યુવતીઓને બળાત્કાર બાદ ફાંસીએ લટકાવી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મધુસૂદન મિસ્ત્રી, મહિલા કોંગ્રેસની અધ્યક્ષ શોભા ઓઝા અને પાર્ટી પ્રાંતીય અધ્યક્ષ નિર્મળ ખત્રી પણ હતા.

English summary
Badaun gangrape: Rahul Gandhi meets victims’ family members, demands CBI probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X