‘યે બંધન તો નાશ કા બંધન હે’ ભાજપે સેટ કર્યો 2019 નો એજન્ડા
યુપીના બાગપતમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને અન્ય ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં ઈર્સ્ટન પેરીફેરલ એક
યુપીના બાગપતમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને અન્ય ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં ઈર્સ્ટન પેરીફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન કર્યુ. આ દરમિયાન ત્યાં યોજાયેલા કાર્યક્રમમાં વિપક્ષ પર નિશાન સાધતા, 'તબાહીની એકતા', 'ચોરો કે બીચ શાદી' જેવા ઘણા ગીતો વગાડવામાં આવ્યા. કૈરાના સાથે દેશમાં થઈ રહેલ પેટા ચૂંટણીઓના થોડાક કલાકો પહેલા ભાજપ દ્વારા આ ગીતો જાહેર કરવામાં આવ્યા છે. આ ગીતોને 2019 ની ચૂંટણીમાં ભાજપ માટે એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે કેવી રીતે ભાજપ એક થઈ રહેલા પક્ષો સામે મુકાબલો કરશે.

ગીતો દ્વારા વિપક્ષની એકતા પર ભાજપનો હુમલો
કાલે પીએમના કાર્યક્રમ દરમિયાન ‘યે બંધન તો નાશ કા બંધન હે, ચોરો કા સંગમ હે', ‘કહીં કા ઈંટ કહીં કા રોડા, ભાનુમતીને જેસે કુનબા હો તોડા' જેવા ગીતો વગાડ્યા. વળી, અન્ય એક ગીતમાં એવુ બતાવવામાં આવ્યા કે કેવી રીતે મજબૂરીમાં આવીને આખો વિપક્ષ એક થઈ ગયો છે. આ બધા ગીતોને બોલિવુડના પ્રસિદ્ધ ગીતોની ધૂન પર બનાવવામાં આવ્યા છે. આટલુ જ નહિ પીએમ મોદીની પ્રશંસામાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રસિદ્ધ ગીત રશ્કે કમરને એક નવા અવતારમાં પાર્ટીએ બતાવ્યુ છે. ગીતના બોલ લખ્યા છે, ‘મેરે મોદી ડિયર, તૂને અંગ્રેજો પર એસા જાદૂ ચલાયા, મજા આ ગયા'. આ ગીતમાં બતાવાયુ છે કે ભાજપ વાઘોથી ભરેલો પક્ષ છે જ્યારે મોદી સિંહ છે.

આ ગીતોને રાગિની ગાયક સંતરામ બંજારાએ ગાયુ છે
કોંગ્રેસ, બસપાના માયાવતી અને સમાજવાદી પાર્ટીની મજાક ઉડાવતા ગીતોમાં દાવો કર્યો છે કે જે લોકો 70 વર્ષોમાં કોઈ વિકાસ નથી કરી શક્યા તે અત્યારે પણ આમ કરવામાં સક્ષમ નથી. આ ગીતોને હરિયાણવી ગાયક સંતરામ બંજારા, તેમની પુત્રી ચંચલ અને તેમના ગ્રપે ગાયુ છે. તે આ ક્ષેત્રમાં ભાજપના બધા કાર્યક્રમોમાં નિયમિત રૂપે ભાગ લઈ રહ્યા છે. બાગપતમાં આ ગ્રુપ પક્ષના કાર્યકર્તાના રૂપે શામેલ થયા હતા. યોગી આદિત્યનાથ ભાષણોમાં કહે છે કે અમે ચાર વર્ષોમાં એવુ કોઈ કામ કર્યુ નથી. તો પણ તેમને(વિપક્ષ) ને લડવા માટે એક સાથે આવવુ પડ્યુ છે.

પીએમ મોદી પણ વિપક્ષની એકતા પર કરી ચૂક્યા છે વાર
વળી, પીએમ મોદી ઘણી વાર કહેતા સંભળાયા છે કે, ‘તમારે સાવધાનીથી આકલન કરવુ જોઈએ કે આ તરફ કેવા પ્રકારના લોકો છે અને પેલી તરફ કોણ છે.' તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કટ્ટર પ્રતિદ્વંદી મનાતા બસપા અને એસપી આદિત્યનાથના ગઢ ગોરખપુર અને યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના ફૂલપુરમાં ભાજપ સામે જીતવા માટે એક થઈ ગયા હતા. કર્ણાટકની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટા પક્ષ રૂપે ઉભરી હોવા છતાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યાં પણ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને પોતાની સરકાર બનાવી લીધી હતી.












Click it and Unblock the Notifications
