For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: છોકરી પેદા થવા પર પત્નીને સજા અને 10 લાખ રૂપિયાનો દંડ

દેશ વિદેશમાં આજે છોકરીઓ નામ રોશન કરી રહી છે. એન્જીનીયર હોય કે ડોક્ટર આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. પરંતુ આજે પણ દેશના કેટલાક હિસ્સામાં એવા લોકો રહે છે જેઓ છોકરીઓને ભાર સમજે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશ વિદેશમાં આજે છોકરીઓ નામ રોશન કરી રહી છે. એન્જીનીયર હોય કે ડોક્ટર આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. પરંતુ આજે પણ દેશના કેટલાક હિસ્સામાં એવા લોકો રહે છે જેઓ છોકરીઓને ભાર સમજે છે. જેઓ બાળકીના જન્મ પર દુઃખી થાય છે. આવો જ એક મામલો બહરાઇચ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીને ઘરમાંથી એટલા માટે બહાર કાઢી મૂકી કારણકે તેને એક દીકરીને જન્મ આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ પતિએ બીજા લગ્ન પણ કરી લીધા, જેને કારણે હવે બિચારી પહેલી પત્ની નાની બાળકીને લઈને ભટકવા પર મજબુર છે.

uttar pradesh

શહેરના કાજીપુરા નિવાસી ફરહા ખાનના 2.5 વર્ષ પહેલા નજીરપુરા વિસ્તારમાં લગ્ન થયા હતા. બધું જ સારું ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ તેમનું બધી જ ખુશી દુઃખમાં ફેરવાઈ ગયી. આરોપ છે કે દોઢ વર્ષ પહેલા તેને એક દીકરીને જન્મ આપ્યો. છોકરી પેદા થવા માટે તેની પતિ તેને દોષ આપવા લાગ્યો. રોજ તેની સાથે મારપીટ અને ગાળાગાળી કરવા લાગ્યો.

એટલું જ નહીં પતિએ દીકરી પેદા કરવા બદલ પત્નીને 10 લાખ રૂપિયા દંડ પણ જાહેર કરી દીધો. તેને પત્નીને પિયરથી 10 લાખ રૂપિયા લાવવા માટે દબાણ પણ કર્યું. એક દિવસ તેને પોતાની પત્નીને ઘરની બહાર કાઢી મૂકી. લાલચી પતિએ બીજા લગ્ન પણ કરી લીધા અને આજે તેની પહેલી પત્ની અહીં તહીં ભટકવા માટે મજબુર છે.

આ મામલે ફરિયાદ કરવા માટે જયારે પીડિતા ચોકી પહોંચી ત્યારે તેને ત્યાંથી નિરાશ થઈને પાછું આવવું પડ્યું. ત્યારપછી પીડીતાએ એસપી પાસે મદદની અપીલ કરી છે. આજે પીડિતા પોતાની બાળકીને લઈને એસપી ઓફિસ પહોંચી હતી. પીડિતાની ફરિયાદ સાંભળીને એસપી ઘ્વારા આખો મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો અને સખત કાર્યવાહી કરવા માટે ચોંકીને નિર્દેશ આપવામાં આવ્યો.

English summary
Bahrain husband get out his wife on giving birth a daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X