બાલ ઠાકરેની તબિયત સારી, અફવાહો પર ધ્યાન આપવું નહી: રાજ ઠાકરે
મોડી રાત્રે સમાચાર પ્રાપ્ત થયા હતા કે 86 વર્ષિય બાલ ઠાકરેની તબિયત નાજુક છે. તેઓ ફેફસાં અને આંતરડાની બિમારી પીડાય રહ્યાં છે. ડૉક્ટરોની એક વિશેષ ટીમની નજર હેઠળ તેમને રાખવામાં આવ્યાં છે.
સવારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમની તબિયત થોડી બગડી જરૂર હતી, પરંતુ હવે તે ઠીક છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'હું લોકોને અપીલ કરું છું કે તે બાલા સાહેબના સ્વાસ્થ્ય અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન આપવું નહી.
શનિવારે સવારે બાલ ઠાકરેને મળવા માટે રાજ ઠાકરે બાંદ્રા સ્થિત ઠાકરે આવાસ માતોશ્રી પણ ગયા હતા. તે દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પોતાના પતિ દેવી સિંહ શેખાવત સાથે ત્યાં પહોંચ્યાં હતા. ત્રણેય જણે લગભગ 10 મિનિટ સુધી તેમની મુલાકાત લીધી હતી અને તેમને ખબર-અંતર પૂછ્યાં હતા. મળતી માહિતી મુજબ આ દરમિયાન શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્વવ ઠાકરે પણ ત્યાં હાજર હતા.
બાલ ઠાકરેના સ્વાસ્થ્ય પર લોકોની નજર મંડરાયેલી છે, કારણ કે બે અઠવાડિયા પહેલાં શિવસેનાની રેલીમાં જવાનું હતું પરંતુ તેઓ ખરાબ સ્વાસ્થ્યના કારણે ત્યાં હાજરી આપી શક્યા ન હતા. અને તેમના ભાષણનો વિડીયો બતાવવામાં આવ્યો હતો જેમાં તેઓ સ્વસ્વસ્થ દેખાતા હતા.