Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

bangladesh Crisis : ભારત-બાંગ્લાદેશ વચ્ચે કઈ-કઈ વસ્તુઓનો વેપાર થાય છે? જાણો ભારત પર શું અસર પડશે?

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. શેખ હસીના વડાપ્રધાનપદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગઈ છે. હવે આ સ્થિતીની ભારત પર પણ અસર પડશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો સંબંધ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી છે. ભારતને કારણે અસ્તિત્વમાં આવેલા બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કરોડો રૂપિયાનો વ્યાપાર થાય છે. હવે તેને અસર પડી શકે છે.

Bangladesh Crisis

ભારતની નીતિ પાડોશી પ્રથમની રહી છે. આ નીતિને અનુસરીને ભારતે 2010 થી બાંગ્લાદેશને સાત અબજ યુએસ ડોલરથી વધુની લોન આપી છે. વર્ષ 2015 માં બંને દેશો જમીન સરહદ કરાર તેમજ પાણીની વહેંચણી અને દરિયાઈ સીમા વિવાદોને ઉકેલવામાં સફળ રહ્યાં છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4096.7 કિલોમીટર લાંબી સરહદ છે. આ સૌથી લાંબી જમીન સરહદ છે જે ભારત તેના કોઈપણ પડોશી દેશો સાથે શેર કરે છે. તેથી બાંગ્લાદેશ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની જાય છે.

બંને દેશો પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરામાં સરહદો વહેંચે છે. તેની સુરક્ષા માટે બંને દેશોની સેના અને નેવી સંયુક્ત કવાયત કરી રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા હજુ પણ ચાલુ છે. વર્ષ 2023 માં શરૂ થતા અખૌરા-અગરતલા રેલ લિંક પ્રોજેક્ટ સાથે સંબંધોમાં વધુ ઉષ્મા મળી હતી. રેલ લિંક પ્રોજેક્ટ ઉત્તર-પૂર્વ ભારતને ત્રિપુરા થઈને બાંગ્લાદેશ સાથે જોડે છે. આ લિંક દ્વારા ભારત હવે બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ અને મોંગલા બંદરો સુધી સરળ ઍક્સેસ ધરાવે છે.

આ સિવાય બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાથી લગભગ 100 કિલોમીટરના અંતરે માતરબારી પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ બંદર ઢાકાને ઉત્તર-પૂર્વ ભારત સાથે જોડતો મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોર પણ બનાવી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ ઉર્જા, વેપાર, મૂળભૂત માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી અને સંરક્ષણ ક્ષેત્રે સતત સહયોગ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે. આ સાથે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બની ગયું છે.

બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2020-21માં US $10.8 બિલિયન સુધી પહોંચ્યો હતો, જે વર્ષ 2021-2022માં US$18 બિલિયન સુધી પહોંચી ગયો. જો કે, વર્ષ 2022-23માં કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમની વચ્ચે વેપારમાં ઘટાડો થયો.

બાંગ્લાદેશ ભારતમાંથી આ વસ્તુઓની આયાત કરે છે
બાંગ્લાદેશ ઉર્જા ક્ષેત્રે ભારતનું મુખ્ય ભાગીદાર છે. બાંગ્લાદેશ ભારત પાસેથી લગભગ 2,000 મેગાવોટ વીજળીની આયાત કરે છે. આ ઉપરાંત ભારતમાંથી બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવતા માલની યાદીમાં કોટન અને કોટન વેસ્ટ મુખ્ય છે.

2021-22માં $164 કરોડથી વધુના કોટન અને કોટન વેસ્ટની નિકાસ કરવામાં આવી હતી. આ વર્ષે ભારતે બાંગ્લાદેશમાં $119 મિલિયન ડોલરથી વધુના ઘઉંની નિકાસ કરી છે.

2021-22માં ભારતે $610 મિલિયનથી વધુ કિંમતના ચોખા, $560 મિલિયનથી વધુની ખાંડ અને $430 મિલિયનથી વધુ કિંમતના અન્ય અનાજની નિકાસ કરી હતી. આ ઉપરાંત ભારતમાંથી બાંગ્લાદેશમાં લીલા શાકભાજી, ફળો તેમજ મસાલા અને ખાદ્યતેલની નિકાસ કરવામાં આવે છે.

ભારત આ વસ્તુઓની બાંગ્લાદેશથી આયાત કરે છે
બાંગ્લાદેશ ભારતમાં 2 બિલિયન યુએસ ડોલરના માલની નિકાસ કરે છે. ભારત બાંગ્લાદેશમાંથી કાપડ, તૈયાર વસ્ત્રો અને વણાયેલા વસ્ત્રો, ચામડાનો માલ ખાસ કરીને શૂઝ, બેગ અને પર્સ વગેરેની આયાત કરે છે.

આ ઉપરાંત તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશ જેનરિક દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું મુખ્ય નિકાસકાર બની રહ્યું છે. ભારત બાંગ્લાદેશમાંથી ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને સંબંધિત કાચા માલની પણ આયાત કરે છે. ભારત પણ બાંગ્લાદેશમાંથી મસાલા અને દરિયાઈ ઉત્પાદનો જેવી કે માછલી વગેરેની આયાત કરે છે.

બંને દેશોના સંબંધો પર શું અસર પડશે?
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ભારતે હાલમાં તમામ પરિવહન સંબંધિત સેવાઓ બંધ કરી દીધી છે. જેની સીધી અસર બિઝનેસ પર પડશે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે તિસ્તા સિંચાઈ પ્રોજેક્ટ માટે વાતચીત ચાલી રહી છે.

પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા થઈ હતી. ચીનની આ પ્રોજેક્ટ પર ખરાબ નજર છે. હવે પીએમ શેખ હસીનાએ દેશ છોડી દીધો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X