Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bank Holiday October 2025: ઓક્ટોબરમાં 21 દિવસ બેંક રહેશે બંધ, જોઈ લો આખી યાદી

Bank Holiday List October: દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે. ઓક્ટોબરમાં દશેરા, કરવા ચૌથ, વાઘબારસ, ધનતેરસ, દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા-મોટા તહેવારો આવી રહ્યા છે.

દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે. ઓક્ટોબરમાં દશેરા, કરવા ચૌથ, વાઘબારસ, ધનતેરસ, દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા-મોટા તહેવારો આવી રહ્યા છે. જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળશે. ઓક્ટોબર મહિનામાં તહેવારની ભરમારને કારણે બેંકોમાં પણ લાંબી રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન્સ અનુસાર, અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને અવસરોના કારણે બેંકો બંધ રહેશે. જો તમારે પણ ઓક્ટોબર મહિનામાં બેંકનું કોઈ જરૂરી કામ હોય તો તમારે રજાની આ યાદી જરૂર જોઈ લેવી જોઈએ.

Bank Holiday October 2025

Bank Holiday October 2025: ઓક્ટોબરમાં કેટલા દિવસ બંધ રહેશે બેંકો?

ઓક્ટોબર 2025માં બેંકમાં રજાની યાદી ઘણી લાંબી છે અને આ અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ તારીખો પર લાગુ થશે. ઓક્ટોબર મહિનામાં ભારતીય બેંકો ઘણા રાજ્યોમાં અલગ-અલગ કારણોસર બંધ રહેશે. ભારતમાં બેંક હોલિડે દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ત્યારે ચાલો જાણીએ આગામી ઓક્ટોબર મહિનામાં ભારતીય બેંકો કઈ જગ્યાએ અને કઈ તારીખે બંધ રહેશે.

Bank Holiday List: ઓક્ટોબર મહિનામાં બેંકોની રજાનું લિસ્ટ

  • 1 ઓક્ટોબર - બુધવાર - નવરાત્રી/મહાનવમી/આયુધપૂજા/દુર્ગા પૂજા (દસૈન)/ શ્રીમંત શંકરદેવ જયંતિ - અગરતલા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઇટાનગર, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
  • 2 ઓક્ટોબર - ગુરુવાર - મહાત્મા ગાંધી જયંતિ, દશેરા/વિજયાદશમી - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 3 ઓક્ટોબર - શુક્રવાર - દુર્ગા પૂજા (દસૈન) - ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
  • 4 ઓક્ટોબર - શનિવાર - દુર્ગા પૂજા (દસૈન) - ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
  • 5 ઓક્ટોબર - રવિવાર - સાપ્તાહિક રજા - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 6 ઓક્ટોબર - સોમવાર - લક્ષ્મી પૂજા - અગરતલા અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.
  • 7 ઓક્ટોબર - મંગળવાર - મહર્ષિ વાલ્મીકિ જયંતિ / કુમાર પૂર્ણિમા - બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, શિમલામાં બેંકો બંધ રહેશે.
  • 10 ઓક્ટોબર - શુક્રવાર - કરવા ચોથ - શિમલામાં બેંકો બંધ રહેશે.
  • 11 ઓક્ટોબર - શનિવાર - બીજો શનિવાર - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 12 ઓક્ટોબર - રવિવાર - સાપ્તાહિક રજા - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 18 ઓક્ટોબર - શનિવાર - કટી બિહુ - ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
  • 19 ઓક્ટોબર - રવિવાર - સાપ્તાહિક રજા - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 20 ઓક્ટોબર - સોમવાર - દીપાવલી/નરક ચતુર્દશી/કાલી પૂજા - અગરતલા, ગુજરાત, આઈઝોલ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, ઇટાનગર, જયપુર, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, રાંચી, શિમલા, વિજયવાડા, તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
  • 21 ઓક્ટોબર - મંગળવાર - દિવાળી અમાવસ્યા (લક્ષ્મી પૂજા)/ગોવર્ધન પૂજા - બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
  • 22 ઓક્ટોબર - બુધવાર - બલી પ્રતિપદા/વિક્રમ સંવત નવું વર્ષ - ગુજરાત, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટનામાં બંકો બંધ રહેશે.
  • 23 ઓક્ટોબર - ગુરુવાર - ભાઈ બીજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દિવાળી) - ગુજરાત, ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ, શિમલામાં બેંકો બંધ રહેશે.
  • 25 ઓક્ટોબર - શનિવાર - ચોથો શનિવાર - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 26 ઓક્ટોબર - રવિવાર - સાપ્તાહિક રજા - દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 27 ઓક્ટોબર - સોમવાર - છઠ પૂજા (સાંજ અર્ઘ્ય) - કોલકાતા, પટના, રાંચીમાં બેંકો બંધ રહેશે.
  • 28 ઓક્ટોબર - મંગળવાર - છઠ પૂજા (સવાર અર્ઘ્ય) - પટના, રાંચીમાં બેંકો બંધ રહેશે.
  • 31 ઓક્ટોબર - શુક્રવાર - સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ - ગુજરાતમાં બેંકો બંધ રહેશે.

ટેન્શન લેવાની કોઈ જરૂર નથી

બેંકની બ્રાન્ચ બંધ હોવા છતાં UPI, IMPS, ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ એપ જેવા ડિજિટલ બેંકિંગ વિકલ્પ કામ કરતા રહેશે. જેના દ્વારા પૈસા ટ્રાન્સફર, બિલની ચૂકવણી અને અન્ય બેંકિંગ સેવાઓ ચાલતી રહેશે. તેથી કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. તમે સરળતાથી ડિજિટલ બેંકિંગનો ઉપયોગ રજાના દિવસે પણ કરી શકો છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • તમારા મહત્વપૂર્ણ બેંકિંગ કામ વહેલા પૂર્ણ કરો - ઓકટોબરમાં બેંકો ઘણા દિવસો માટે બંધ રહેશે, તેથી તમારા મહત્વપૂર્ણ વ્યવહારો પહેલાથી જ પૂર્ણ કરી લો.
  • ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરો - રજાઓ દરમિયાન ઓનલાઈન વ્યવહારો અનુકૂળ રહેશે.
  • ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટની તૈયારી - જો તમારે ચેક અથવા ડ્રાફ્ટ જમા કરાવવાના હોય, તો રજા પહેલા તે કરવાનું ભૂલશો નહીં.
  • એટીએમ અને રોકડ વ્યવસ્થાપન - તહેવારો દરમિયાન રોકડની જરૂરિયાત વધી શકે છે, તેથી અગાઉથી પૈસા ઉપાડી લો.
  • રાજ્યવાર રજાઓ તપાસો - બેંક બંધ થવાની તારીખો રાજ્યવાર અલગ અલગ હોઇ શકે છે, તેથી તમારી રાજ્યવાર યાદી તપાસો.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X