For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા વિરુદ્ધ બેનર લાગ્યું, મારી સૌથી મોટી ભૂલ, કમળનું ફૂલ

ઉત્તરપ્રદેશના બરેલીમાં ભાજપને વોટ આપીને હવે લોકો પછતાઈ રહ્યા છે. આજ કારણ છે કે બરેલીમાં હવે લોકોએ ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવી દીધું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બરેલીમાં ભાજપને વોટ આપીને હવે લોકો પછતાઈ રહ્યા છે. આજ કારણ છે કે બરેલીમાં હવે લોકોએ ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવી દીધું છે. પોસ્ટર પર લખ્યું છે કે "મારી સૌથી મોટી ભૂલ, કમળનું ફૂલ". આખરે એવું કયું કારણ છે કે લોકોને હવે એવું લાગી રહ્યું છે કે ભાજપને મત આપીને તેમને ભૂલ કરી છે.

Bareilly

ખરેખર બરેલીના સંજય નગર વિસ્તારના વોર્ડ નંબર 16માં લોકોએ આ બેનર લગાવ્યું છે કારણકે વરસાદ વિના અહીં પાણી ભરાયેલું છે. લોકોને રસ્તા પર નીકળવા માટે તકલીફ પડી રહી છે. બીમારીઓ ફેલાઈ રહી છે, દુર્ગંધને કારણે શ્વાસ લેવું પણ મુશ્કિલ થઇ ગયું છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે એકબાજુ બીજેપી નેતા સ્વસ્થ ભારત વિશે વાતો કરે છે જયારે બીજી બાજુ શહેરની હાલત આવી થઇ ગયી છે. તેમને લાગે છે કે બીજેપીને વોટ આપીને તેમને ભૂલ કરી છે.

બરેલીમાં વિધાયક, સાંસદ અને મેયર બધા જ બીજેપીના છે, તેમ છતાં શહેરની હાલત આવી છે. સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર તેમને ઘણીવાર મેયર ઉમેશ ગૌતમ, વિધાયક ડોક્ટર અરુણ કુમાર, કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ફરિયાદ કરી પરંતુ કોઈએ પણ તેમની મદદ કરી નહીં.

English summary
Banner against BJP in Bareilly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X