For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીએ મમ્મીની અંતિમ ઈચ્ચા પૂરી કરી

સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીએ મમ્મીની અંતિમ ઈચ્ચા પૂરી કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીએ પોતાની માનો અંતિમ વાયદો પૂરો કર્યો છે. બાંસુરીએ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને એક રૂપિયાની ફી આપી દીધી છે. જણાવી દઈએ કે હરીશ સાલ્વેને જ્યારે કુલભૂષણ જાદવના મામલે આઈસીજેમાં ભારત તરફથી પક્ષ રાખવા કહેવામાં આવ્યું, તો તેમણે તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસેથી માત્ર 1 રૂપિયા ફીની ડિમાંડ કરી હતી. બાંસુરીએ શુક્રવારે માતાનું વચન પૂરું કરતાં સાલ્વેને એક રૂપિયાની ફી આપી દીધી.

હરીશ સાલ્વેને એક રૂપિયાની ફી આપી

હરીશ સાલ્વેને એક રૂપિયાની ફી આપી

સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે શુક્રવારે ટ્વીટ કર્યું, બાંસુરીએ આજે તમારી ઈચ્છા પૂરી કરી દીધી છે, કુલભૂષણ જાદવના કેસમાં ફીનો એક રૂપિયો જ તમે છોડી ગયાં હતાં, તેને આજે હરીશ સાલ્વેને ગિફ્ટ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હરીશ સાલ્વેએ ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાદવનો કેસ લડ્યો અને પાકિસ્તાને ઉંધા મોઢાની ખાવી પડી.

ઈન્ટરેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં પાકિસ્તાનની હાર

ઈન્ટરેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં પાકિસ્તાનની હાર

ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે ફેસલો આપ્યો હતો કે પાકિસ્તાને પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાદવના અધિકારોનું હનન કર્યું, તેમને કાઉંસલ એક્સેસ ન આપ્યું. કોર્ટે કહ્યું કે પાકિસ્તાન જાદવને ફાંસી આપવાનો ફેસલો ફરીથી રીવ્યૂ કરે. આઈસીજેના આ ફેસલાને ભારતની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું હતું. આ કેસમાં સાલ્વેએ પાકિસ્તાનના દરેક જૂઠને બેનકાબ કરી દીધાં હતાં.

સુષ્મા સ્વરાજે નિધનના થોડા કલાકો પહેલા સાલવેને ફોન કર્યો હતો

સુષ્મા સ્વરાજે નિધનના થોડા કલાકો પહેલા સાલવેને ફોન કર્યો હતો

પૂર્વ વિદેશ મંત્રીએ પોતાના નિધનના કેટલાક કલાક પહેલા જ હરીશ સાલ્વેને કૉલ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે તેઓ આવીને પોતાની એક રૂપિયાની ફી લઈ જાય. હરીશ સાલવેએ જણાવ્યું કે તેમની સુષ્મા સ્વરાજ સાથે રાત્રે 8.50 વાગ્યે વાત થઈ હતી, જે બહુ ભાવુક વાતચિત હતી. તેમણે કહ્યું હતું કે, 'તમારે મને મળવા આવવું પડશે. મારે તમને એક રૂપિયો આપવાનો છે. મેં કહ્યું બિલકુલ, હું ફી લેવા આવીશ. તેમણે મને કહ્યું કે કાલે છ વાગ્યે આવો.' સુષ્મા સ્વરાજે આઈસીજેના આ ફેસલાને ભારતની મહાન જીત ગણાવી હતી.

<strong>ભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર</strong>ભત્રીજા અજીત પવારના રાજીનામા પર શું બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર

English summary
bansuri swaraj fulfilled last wish of sushma swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X