• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોળીઓથી બચી ગયા હોત તો શું નથુરામ ગોડસેને માફ કરી દેત બાપુ?

|

નવી દિલ્હીઃ જો મહાત્મા ગાંધી ગોળીઓથી બચી જાત તો શું નથુરામ ગોડ્સેને માફ કરી દેત? પોતાની હત્યા પહેલા બે ઘટનામાં બાપુએ જે કહ્યું અને કર્યું તેનાથી તો એવું જ લાગે છે કે મહાત્મા ગાંધી ગોડસેને માફ કરી દેત. આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીએ પોતાના પરમ મિત્ર હરમન કૉલેનબૉકને કહ્યું હતું કે મને ભલે કોઈ મારવા માંગતું હોય પરંતુ મારા કારણે કોઈને મારવામાં આવ્યો તો મને સ્વીકાર્ય નહિ હોય. આવી જ રીતે જ્યારે મદન લાલ પાહવાએ તેમની પ્રાર્થના સભામાં હુલમો કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું, મારા તરફથી આ શખ્સને માફ કરી દેવામાં આવે. ગાંધીજી એમ જ મહાત્મા નહોતા. તેઓ આધુનિક વિશ્વ ઈતિહાસના અનુકરણીય રાજનૈતિક સંત હતા. કદાચ! આજે ગાંધી જી હોત તો આપણે કેટલા ભાગ્યશાળી હોત.

ગાંધીજીની રક્ષા માટે પિસ્તોલ

ગાંધીજીની રક્ષા માટે પિસ્તોલ

મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે 1904માં તેમની મુલાકાત હરમન કૉલેનબૉક સાથે થઈ હતી. યહૂદી સમુદાયના હરમન આર્કિટેક્ટ હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાય ગઈ હતી. તેઓ ગાંધીજીની સાદગી અને સદગુણોથી બહુ પ્રભાવિત હતા. આ મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે બને સાથે જ રહેવા લાગ્યા. ગાંધીજી આફ્રિકામાં અંગ્રેજોની રંગભેદી નીતિ વિરુદ્ધ લડી રહ્યા હતા. આ દરમિયાન હરમન કૉલેનબૉકને ક્યાંકથી માલૂમ પડ્યું કે કેટલાક લોકો ગાંધીજીની હત્યા કરવા માંગે છે. ત્યારે ગાંધીજીની સુરક્ષાને લઈ તેઓ સતર્ક થઈ ગયા. હરમને એક પિસ્તોલનો ઈંતેજામ કર્યો અને હંમેશા પોતાની પાસે રાખવા લાગ્યા. એક દિવસની સવારે ગાંધીજી અને હરમન લટાર મારી રહ્યા હતા. ગાંધીજીએ જોયું કે હરમનનો ખિસ્સો ઉફસેલો હતો. તેમને આભાસ થયો કે હરમનના ખિસ્સામાં કોઈ હથિયાર છે. ગાંધીજીએ જ્યારે હરમનના ખિસ્સામાં હાથ નાખીને જોયું તો એક પિસ્તોલ હતી.

મારા માટે કોઈનો જીવ લેવો અનુચિત- ગાંધી

મારા માટે કોઈનો જીવ લેવો અનુચિત- ગાંધી

ગાંધીજીએ હરમનના ગઝવાંમાંથી પિસ્તોલ કાઢીને પૂછ્યું, ટૉલ્સટૉયનો શિષ્ય ક્યારથી હથિયાર રાખવા માંડ્યો? ત્યારે હરમને ગાંધીજીને જણાવ્યું કે આ પિસ્તોલ તેમની સુરક્ષા માટે છે. તમારો જીવ જોખમમાં છે. હરમને કહ્યું કે, રક્ષા માટે હથિયાર રાખવામાં શું વાંધો? જેના પર ગાંધીજીએ કહ્યું, મિત્ર શું તમે મારી રક્ષા કરી શકો? શરીર તો એક દિવસ નષ્ટ થવાનું જ છે. આપણે અહિંસામાં માનવા વાળા છીએ અને આના પર અટળ રહીશું. હું મારા નશ્વર શરીર માટે કોઈનું ખૂન બર્દાશ્ત ન કરી શકું. મને કોઈ ભલે મારવા માંગતું હોય, પરંતુ મારા કારણે જો તમે કોઈને માર્યો તો હું તમને માફ નહિ કરી શકું. આ પિસ્તોલ તરત ફેંકી દો. હરમન ગાંધીજીની વાતો સાંભળી અચરજમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે શું કોઈ માણસ અહિંસનો આવડો પૂજારી હોઈ શકે છે? તે પોતાના કર્યા પર શર્મિંદા થઈ ગયો અને પિસ્તોલ ફેંકી દીધી.

ગાંધીજીએ જ્યારે હુમલાખોરને માફ કર્યો

ગાંધીજીએ જ્યારે હુમલાખોરને માફ કર્યો

30 જાન્યુઆરી 1948નો એ કાળો દિવસ હતો જ્યારે દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. જેના 10 દિવસ પહેલા પણ ગાંધીજીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી બિરલા હાઉસમાં હુમલો થયો હતો. ગાંધીજીની પ્રાર્થના સભામાં મદન લાલ પાહવા નામના એક શખ્સે ધમાકો કર્યો હતો. આ હુમલો ગાંધીજીને નુકસાન પહોંચાડવા માટે થયો હતો. હુમલા બાદ ઘટના સ્થળે અફરા તફરી મચી ગઈ હતી. ઘટના બાદ ગાંધીજીએ કહ્યું હતું કે જેણે પણ આ કોશિશ કરી તેને મારા તરફથી માફ કરી દેવામાં આવે. તેમણે સૂચના આપી રાખી હતી કે તેમની સુરક્ષા માટે કોઈપણ પોલીસવાળો બિરલા ભવનમાં તહેનાત નહિ રહે. ગાંધી બાપુને પોતાના જીવની બિલકુલ પરવા નહોતી. પોતાનો જીવ લેવાની કોશિશ કરનારાઓને ગાંધી બાપુ માત્ર માફ કરી શકતા હતા અને કદાચ એટલે જ તેઓ મહાત્મા કહેવાય છે.

આજે મહાત્મા ગાંધી જીવિત હોત તો મોબ લિંચિંગને કેવી રીતે જોત?

English summary
Bapu would have forgiven Nathuram Godse if he were alive?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X