For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ મને પ્રેરણા આપી, હું પણ અમેરિકામાં ઝાડૂ લગાવીશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: આ સમયે આખો દેશ મોદી અને ઓબામાની દોસ્તીના રંગમાં રંગાયેલા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વખાણ કરતા નથી થાકી રહ્યા. જ્યારે બીજી તરફ ઓબામા પણ મોદીના વખાણ કરતા થાક્યા નહીં. બંનેની દોસ્તી શું રંગ લાવે છે, એ તો આવનાર સમય જ જણાવશે પરંતુ તેમાં કોઇને શંકાને સ્થાન નથી કે આ બંનેની મિત્રતા સામાન્ય જનમાનસમાં ચર્ચાનો વિષય બની છે.

obama
ગણતંત્ર દિવસની પરેડ બાદ સોમવારે ઓબામાએ સીઇઓ બિઝનેસ સમિટમાં હાજરી આપી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બંને દેશોના ઘણા સીઇઓ પણ સામેલ રહ્યા હતા, આ મીટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે હું મોદીના સ્વચ્છ ભારત અભિયાનના દિલથી વખાણ કરુ છું, તેમણે રસ્તાઓ પર ઝાડૂ લગાવ્યું છે અને એવું કરીને તેમણે મને પણ શીખ આપી છે કે મારે પણ મારા દેશવાસીઓની સાથે મળીને અમેરિકામાં પણ આવું જ કરવું જોઇએ.

અમેરિકા-ભારત વ્યાપાર સમ્મેલનને સંબધોધિત કરતા ઓબામાએ જણાવ્યું, 'આવનારા વર્ષોમાં અમારી આવક-નિકાસ બેંક (ઇએક્સઆઇએમ) ભારતને એક અરબ ડોલરનું અમેરિકામાં બનેલી વસ્તુઓની આવકનું સમર્થન કરશે. આ ભારતભરમાં લઘુ તથા મધ્યમ કદના વ્યાપારને એક અરબ ડોલરથી વધારેની રાશિની લોન આપશે.'

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે 'અમારી અમેરિકન વ્યાપાર અને વિકાસ એજન્સી ભારતમાં અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં લગભગ બે અરબ ડોલરનું રોકાણ કરશે. આ ઉપરાંત ઓબામાએ ઉમેર્યું અમેરિકા ભારતને બ્રોડબેંડ કનેક્ટિવિટી તથા સારા માર્ગોના નિર્માણમાં સહાયતા માટે તૈયાર છે.'

English summary
India-US business links were set for a quantum jump with Prime Minister Narendra Modis assurance of consistent policies and welcoming environment leading to US President Barack Obama announcing steps to lead to $4 billion trade with and investment in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X