મેહુલ ચોક્સીની પત્નીએ બારબરા જબારિકાના દાવાઓ પર તોડ્યુ મૌન, બોલી- આ સરકારનુ ષડયંત્ર છે જેની પોલ ખુલી ગઈ
પીએનબી બેંકને હજારો કરોડનો ચૂનો લગાવનાર હીરા વેપારી મેહુલ ચોક્સીના કેસમાં બારબરા જબારિકનુ નામ સામે આવ્યુ છે.
નવી દિલ્લીઃ પીએનબી બેંકને હજારો કરોડનો ચૂનો લગાવનાર હીરા વેપારી મેહુલ ચોક્સીના કેસમાં બારબરા જબારિકનુ નામ સામે આવ્યુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મિસ્ટ્રી ગર્લ બીજુ કોઈ નહિ પરંતુ મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ છે. વાસ્તવમાં મેહુલ ચોક્સીને એંટીગુઆમાં થોડા દિવસ પહેલા પકડવામાં આવ્યો હતો ત્યારબાદ ચોક્સીના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે મારા ક્લાઈન્ટનુ અપહરણ થયુ હતુ.

બારબરાએ કર્યો હતો સનસનીખેજ ખુલાસો
મેહુલ ચોક્સીના દાવાને ફગાવીને બારબરાએ કહ્યુ હતુ કે અપહરણનો મતલબ જ નથી કારણે કે જે લોકો જૉલી હાર્બર વિસ્તારને જાણે છે તેમને ખબર છે કે આ વિસ્તાર કેટલો સુરક્ષિત છે. એટલુ જ નહિ બારબરાએ દાવો કર્યો કે મેહુલે તેને ઘણી વાર તેની સંબંધ બનાવવા માટે હોટલ બુક કરાવવા, ફ્લાઈટની ટિકિટ કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ હવે આ સમગ્ર મામલે મેહુલ ચોક્સીની પત્નીએ સફાઈ આપીને બારબરાના દાવાને ફગાવી દીધા છે.
સરકાર દ્વારા રચવામાં આવ્યુ ષડયંત્ર
મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીએ કહ્યુ કે બારબરાના દાવા સંપૂર્ણપણે ખોટા છે. તેણે કહ્યુ કે મારા પતિએ પોતાનુ નામ રાજ ગણાવ્યુ કે જે ખોટુ છે, બાળક પણ કોઈને મળે તો તેની ઓળખ માટે ઈન્ટરનેટ, ગૂગલ સર્ચ અને સોશિયલ મીડિયા પર કરે છે. આમાં થોડી સેકન્ડ જ લાગે છે. વૉટ્સએપ પર જે ચેટ સામે આવી છે તેને કોઈ પણ સરળતાથી તૈયાર કરી શકે છે. ફોટોશૉપમાં કન્ટેન્ટને બદલવુ ખૂબ સરળ છે. બારબરાએ જે દાવો કર્યો છે તેનો કોઈ પણ આધાર નથી અને ના કોઈ પુરાવા. આ બધા નકલી દાવા મારા પતિની છબીને ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યા છે, આ સરકાર તરફથી રચવામાં આવેલ ષડયંત્ર છે જે ફેલ થઈ ગયુ.
6-8 નંબર બદલતો હતો
તમને જણાવી દઈએ કે બારબરાએ હાલમાં જ ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ચોક્સી સાથે તે ઘણી વાર કૉફી પીવા, સાંજે ફરવા અને ડિનર માટે જતી હતી. એટલુ જ નહિ ચોક્સી જ્યારે મને મળ્યો તો તેણે પોતાનુ નામ રાજ જણાવ્યુ હતુ. આસપાસના લોકો પણ તેને આ નામથી જ બોલાવતા હતા. તે મને હોટલમાં રોકવાનો પ્રસ્તાવ આપતો હતો પરંતુ મે તેને ઠુકરાવી દીધો હતો. હું ચોક્સી સાથે બસ દોસ્તની જેમ રહેવા માંગતી હતી. એટલુ જ નહિ ચોક્સીએ મને બિઝનેસનો પ્રસ્તાવ આપ્યો હતો. તે એંટીગુઆમાં બુટીક, હોટલ અને ક્લબ ખોલવા માંગતો હતો. તે દર છ મહિને 6-8 ફોન નંબર બદલતો હતો. મને તે રાજ તરીકે મેસેજ કરતો હતો. કોઈને તેનુ અસલી નામ ખબર નહોતુ.












Click it and Unblock the Notifications
