BBC Documentary Row: હૈદરાબાદ-પ. બંગાળમાં બીબીસી ડૉક્યુમેન્ટ્રીનુ સ્ક્રીનિંગ, એબીવીપીએ બતાવી કાશ્મીર ફાઈલ્સ
બીબીસીની વિવાદિત ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ છતાં હૈદરાબાદ અને જાધવપુર યુનિવર્સિટીમાં બતાવવામાં આવી. જેના જવાબમાં એબીવીપીએ કાશ્મીર ફાઈલ્સ બતાવી.
BBC Documentary Row: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટ્રીને લઈને ચાલી રહેલો હોબાળો ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. બીબીસીની આ ડૉક્યુમેન્ટ્રી મુખ્ય રીતે ગુજરાતમાં 2022માં થયેલા રમખાણો પર આધારિત છે, જેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ભારત સરકારે આના પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમછતાં ગુરુવારે સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા(એસએફઆઈ)એ હૈદરાબાદ યુનિવર્સિટીમાં અને પશ્ચિમ બંગાળની જાધવપુર વિશ્વવિદ્યાલયમાં આ ડૉક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગનુ આયોજન કર્યુ હતુ. ફિલ્મની સ્ક્રીનિંગ પોલીસ અને પ્રશાસનના કોઈ હસ્તક્ષેપ વિના કરવામાં આવ્યુ.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બીબીસીની ડૉક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ના પ્રદર્શન પર રોક લગાવી દીધી છે. યુટ્યુબ અને ટ્વિટર પર આ ડૉક્યુમેન્ટ્રીની લિંક શેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીબીસીની આ ડૉક્યુમેન્ટ્રીને લઈને ઘણા ડાબેરી સંગઠનો અલગ-અલગ જગ્યાએ વિશેષ સ્ક્રીનિંગ દ્વારા બતાવી રહ્યા છે. આઈસા અને અન્ય ડાબેરી સંગઠનોએ તેના પર પ્રતિબંધ લગાવ્યા બાદ શુક્રવારે તેને જાદવપુર યુનિવર્સિટીમાં બતાવવાનો નિર્ણય કર્યો હતો. સંસ્થાના વરિષ્ઠ સભ્ય સંદીપ નાયકે કહ્યુ કે અમે નક્કી કર્યુ છે કે અમે શુક્રવારે કેમ્પસમાં આ ડૉક્યુમેન્ટ્રી બતાવીશુ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની વિદ્યાર્થી પાંખ એસએફઆઈએ પણ પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં ફિલ્મને પ્રદર્શિત કરવાની પરવાનગી માંગી છે.
પ્રેસિડેન્સી યુનિવર્સિટીની વિઝ્યુઅલ આર્ટસ સોસાયટીના સભ્યોએ પણ મૈત્રેયો સરકાર પાસે 1 ફેબ્રુઆરીના રોજ ડૉક્યુમેન્ટ્રીનુ સ્ક્રીનીંગ કરવાની પરવાનગી માંગી છે. નોંધનીય છે કે આ ડૉક્યુમેન્ટ્રીમાં ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા બતાવવામાં આવી છે. આ રમખાણોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગોધરામાં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી ટ્રેનમાં આગ લાગવાથી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.
દિલ્લીમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના 13 વિદ્યાર્થીઓને ઈન્સ્ટિટ્યૂટની બહાર હોબાળો કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા છે. બુધવારે અહીં બીબીસીની ડૉક્યુમેન્ટરી પ્રદર્શિત થવાની હતી પરંતુ તે થઈ શકી નહોતી. વિદ્યાર્થીઓની માંગ પર જામિયાએ શુક્રવારે શિક્ષણ સ્થગિત કરી દીધુ છે. વહીવટીતંત્ર દ્વારા એવુ કહેવામાં આવ્યુ છે કે યુનિવર્સિટીના અન્ય વિભાગો, કેન્દ્રો, શાળાઓ સામાન્ય રીતે કામ કરશે. જેએનયુમાં બીબીસી ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ સમયે પથ્થરમારાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ આજે જામિયામાં શિક્ષણ કાર્ય સ્થગિત કરી દેવામાં આવ્યુ છે.
હૈદરાબાદમાં એસએફઆઈએ ડૉક્યુમેન્ટ્રીનુ સ્ક્રીનિંગ કર્યા બાદ ABVPએ કેમ્પસમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનુ પ્રદર્શન કર્યુ હતુ. 21 જાન્યુઆરીના રોજ સંસ્થામાં સૂચના વિના દસ્તાવેજી સ્ક્રીનીંગ કરવામાં આવી હતી. જે બાદ સંસ્થાએ તેની નોંધ લીધી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ બીબીસી ડૉક્યુમેન્ટ્રી પરના પ્રતિબંધનો વિરોધ કર્યો છે. શશિ થરૂરે કહ્યુ કે આપણા દેશની લોકશાહી એટલી નબળી નથી કે કોઈ ડૉક્યુમેન્ટ્રીથી તેના પર અસર થઈ શકે.












Click it and Unblock the Notifications
