For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિયાસ કરુણાંતિકા : રાજ્ય સરકારને 16 જૂન સુધીમાં રિપોર્ટ ફાઇલ કરવા નોટિસ

|
Google Oneindia Gujarati News

શિમલા, 10 જૂન : બિયાસ કરુણાંતિકા કેસમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે રાજ્ય સરકારને 16 જૂન સુધી એટલે કે એક જ સપ્તાહમાં અહેવાલ સોંપવા જણાવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે અગાઉ જ લારજી ડેમના જવાબદાર ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલી બિયાસ નદીમાં 44 વિદ્યાર્થીઓ તણાઇ જવાની દુર્ઘટનામાં ડૂબેલા વિદ્યાર્થીઓ માટે સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે નદીમાં પાણીનું સ્તર ઘટાડવામાં આવી રહ્યું છે, જેથી મૃતદેહોને શોધવામાં સરળતા રહે.

હાઇકોર્ટે આ કેસમાં સમાચારોને જનહિતની અરજી ગણાવીને એક અઠવાડિયાની અંદર જ રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરવાની નોટિસ આપી છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરી વિશે પણ અહેવાલ આપવા જણાવ્યું છે.

અત્યાર સુધીમાં બિયાસ નદી દુર્ઘટનામાં પાંચ વિદ્યાર્થીઓના શબ મળી આવ્યા છે, જેમને આજે હૈદરાબાદ લઈ જવામાં આવશે. આ દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓ બચી ગયા છે જે હૈદરાબાદ પરત ફર્યા છે. દુર્ઘટનામાં બચેલા કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે નદીનું જળ સ્તર વધારવામાં આવ્યું તે પહેલા તેમને કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન પુષ્પતિ અશોક ગજપતિ રાજૂ કુલ્લૂ પહોંચ્યા છે. તેમની સાથે કેટલાક વાલીઓ પણ અહી આવ્યા છે. ચાર વિદ્યાર્થિનીઓ અને એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. 19 વિદ્યાર્થીઓ અને એક ટૂર ગાઇડ હજી પણ ગૂમ છે. આ વિદ્યાર્થીઓ બિયાસ નદીના કિનારે ફોટો ખેંચાવી રહ્યા હતા. નદીમાં અચાનક પાણી છોડવામાં આવતા વિદ્યાર્થીઓ તણાઇ ગયા હતા.

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

બિયાસ નદીના પૂરમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ...

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

બિયાસ નદીના પૂરમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ...

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

બિયાસ નદીના પૂરમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ...

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

આ વિદ્યાર્થીઓને નસીબે સાથ ના આપ્યો

બિયાસ નદીના પૂરમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ...

English summary
Beas river tragedy : Himachal High Court asks state govt to file report by June 16.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X