બિયાસ કરુણાંતિકા : બદનસીબ વિદ્યાર્થીઓના મોત પહેલાની મસ્તીની છેલ્લી તસવીરો
શિમલા, 10 જૂન : એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓને હિમાચલના મંડીમાં મોત ગળી ગયું એ પહેલાં તેમણે પોતાના મિત્રો સાથે જે મસ્તીની પળો વિતાવી હતી તેના કેટલાક ખાસ ફોટો વનઇન્ડિયાને મળ્યા છે. આ ફોટો માત્ર તેમના મિત્રો જ નહીં પણ કોઇપણ લાગણીશીલ વ્યક્તિને વિહવળ બનાવી દે છે.
બીજી તરફ હૈદરાબાદની વીએનઆર એન્જીનીયરિંગ કોલેજમાં મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતાના આક્રંદ આધાતના સન્નાટાને વધારે ભયાનક બનાવી રહ્યા છે.
હિમાચલના મંડી જિલ્લામાં રવિવારે પાણીનો પ્રવાહ વધવાથી 24 છાત્રો વ્યાસ નદીમાં તણાઇ ગયા હતા. તેમાંથી 5 વિદ્યાર્થીઓની લાશ મળી આવી છે જ્યારે બાકીના 19 વિદ્યાર્થીઓનો હજી સુધી પત્તો લાગી ગયો નથી. આ માટે રેસ્ક્યુ ફોર્સે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
બિયાસ કરુણાંતિકા કેસમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે રાજ્ય સરકારને 16 જૂન સુધી એટલે કે એક જ સપ્તાહમાં અહેવાલ સોંપવા જણાવ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે અગાઉ જ લારજી ડેમના જવાબદાર ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલી બિયાસ નદીમાં 44 વિદ્યાર્થીઓ તણાઇ જવાની દુર્ઘટનામાં ડૂબેલા વિદ્યાર્થીઓ માટે સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે નદીમાં પાણીનું સ્તર ઘટાડવામાં આવી રહ્યું છે, જેથી મૃતદેહોને શોધવામાં સરળતા રહે.
આ દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓ બચી ગયા છે જે હૈદરાબાદ પરત ફર્યા છે. દુર્ઘટનામાં બચેલા કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે નદીનું જળ સ્તર વધારવામાં આવ્યું તે પહેલા તેમને કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી.
અહીં જોઇએ વિદ્યાર્થીઓની મોત પહેલાની મસ્તીની પળો અને મોત બાદ તેમની એન્જીનીયરિંગ કોલેજમાં કેવી સ્થિતિ ઉભી થઇ છે તેની તસવીરો...

1

2
વિદ્યાર્થીઓનો અંતિમ ગ્રુપ ફોટો

3
વાલીઓનું રૂદન

4
આગળની કાર્યવાહી અંગે ચર્ચા

5
વીએનઆર એન્જીનીયરિંગ કોલેજનું કેમ્પસ

6
મેહન સાંઇરાજ નામનો વિદ્યાર્થીનું ઘર આ પ્રગતિ નગર એપાર્ટમેન્ટમાં છે...

7
કોલેજમાં વિદ્યાર્થીઓની ચર્ચા

8
કોલેજ કેમ્પસમાં સુરક્ષા બંદોબસ્ત

9
વાત કરી રહેલા વાલીઓ

10
કોલેજ કેમ્પસ

11
કોલેજ ગેટ

12
વિદ્યાર્થિની અકુલ વિજેથા

13
વિદ્યાર્થી બનોથ રામબાબુ

14
વિદ્યાર્થિની ગંપાલા ઐશ્વર્યા

15
વિદ્યાર્થિની લક્ષ્મી ગાયત્રી
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
