For Quick Alerts
For Daily Alerts
દિલ્હી સરકારની લાપરવાહીને કારણે નિર્ભયાના બળાત્કારીઓની ફાંસીમાં વિલંબ થયોઃ ભાજપ
નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરતા 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો ફેસલો સંભળાવ્યો છે. જ્યારે નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસીમાં મોડું થયું હોવાને લઈ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેજરીવાલ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 2012ના દિલ્હી ગેંગરેપ મામલે દોષિતોને ફાંસી આપવામાં મોડું થવાનું કારણ દિલ્હી સરકારની લાપરવાહી છે.
જાવડેકરે કહ્યું કે ન્યાયમાં મોડું થયું તે બદલ AAP જવાબદાર છે. દોષિતોને દયા અરજીની નોટિસ 2.5 વર્ષ સુધી આપવામાં ના આવી, આ વિલંબ અપરાધીઓ તરફ દિલ્હી સરકારની સહાનુભૂતિને દર્શાવે છે.
સોનમ કપૂર સાથે કેબ ડ્રાઈવરે કરી એવી હરકત, કહ્યું- હું અંદરથી ધ્રુજી ઉઠી