For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનોના એસી કોચથી 18 લાખના બેડ, ચાદર અને તકિયા ચોરી ગયા

બિકાનેર રેલ મંડળે છેલ્લા 2 વર્ષમાં ટ્રેનના એસી કોચથી 18 લાખ રૂપિયા કરતા પણ વધારેના બેડ ચોરી થયા છે.

|
Google Oneindia Gujarati News

બિકાનેર રેલ મંડળે છેલ્લા 2 વર્ષમાં ટ્રેનના એસી કોચથી 18 લાખ રૂપિયા કરતા પણ વધારેના બેડ ચોરી થયા છે. હનુમાનગઢની સૂચના નો અધિકાર જાગૃતિ સંસ્થાન ઘ્વારા બિકાનેર રેલ મંડળ પાસે આરટીઆઈ નિયમ હેઠળ સૂચના માંગવામાં આવી, જેમાં આ વાતનો ખુલાસો થયો છે. સંસ્થાને આપવામાં આવેલી જાણકારીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં ભારતીય રેલવેના એસી કોચમાંથી 18 લાખ 17 હજાર 211 રૂપિયાના બેડ ચોરી કરવામાં આવ્યા છે.

indian railway

મળતી જાણકારી અનુસાર છેલ્લા 2 વર્ષમાં 13 લાખ 89 હજાર 900 રૂપિયાના કુલ 80 હજાર 889 બેડશીટ, 4 લાખ 669 રૂપિયાની 1 હજાર 57 ચાદર અને 80 હજાર 543 રૂપિયાના કુલ 909 તકિયા એસી કોચથી ચોરી થઇ ચુક્યા છે. આ બધાની કુલ કિંમત 18 લાખ 17 હજાર 211 રૂપિયા છે.

indian railway

સૂચના અધિકાર જાગૃત સંસ્થા અધ્યક્ષ પ્રવીણ મેહર ઘ્વારા જણાવવામાં આવ્યું કે એસી કોચમાં એટેન્ડન્સ ડ્યુટી લગાવવામાં આવે છે. તેમ છતાં પણ બેડ ચોરી થઇ ગયા કે પછી રેલવે કર્મચારીઓ જ રેલવેને ચૂનો લગાવી રહ્યા છે. દેશના એક નાનકડા મંડળમાં 2 વર્ષમાં રેલવેનો લાખો રૂપિયાનો સામાન ચોરી થઇ ગયો, આખા દેશમાં આ આંકડો કરોડો રૂપિયામાં હોય શકે છે. સંસ્થાન ઘ્વારા હવે રેલવે વિભાગને પત્ર લખીને દોષીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

English summary
Bed Sheet, blankets and pillows stolen From Train AC coach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X