મહાકુંભમાં ભાગદોળમાં મૃત્યુ થયુ હોવાનું માનીને પરિવારે ધાર્મિક વિધિ રાખી, તેરમાના દિવસે જીવતો ઘરે આવ્યો

પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા અમૃત સ્નાન વખતે ભાગદોડ થઈ હતી, જેમાં 30થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા હતા ત્યારે તેમાં પ્રયાગરાજના એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો.

પ્રયાગરાજના આ વ્યક્તિના પરિવારે તેની દિવસો સુધી શોધખોળ કરી પણ આ વ્યક્તિ મળ્યા નહી, જેથી પરિવારના સભ્યોએ માની લીધુ કે, તેમનું ભાગદોડમાં મૃત્યુ થયુ છે અને તેના તેરમા દિવસના ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.

પરિવારના સભ્યોએ ધાર્મિક વિધિમાં મૃતકની તેરમાની વિધિનું આયોજન કર્યું હતું, તેરમાની વિધિના દિવસે સાંજે બ્રહ્મભોજની તૈયારી ચાલી રહી હતી, આજ સમયે મૃતક તેના ઘર પાસે આવીને જીવતો ઉભો રહી ગયો.

મૃત માણસને પોતાની સામે જીવતો જોઈને પરિવારના સભ્યો તથા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને શોકનો પ્રસંગ આનંદમાં ફેરવાઈ ગયો હતો.

પ્રયાગરાજના આ વ્યક્તિનું નામ ખૂંટી ગુરુ છે. તેનો પોતાનો કોઈ પરિવાર નથી; તેના પડોશમાં રહેતા તેના પડોશીઓ જ તેનો પરિવાર છે. તેઓ 28 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે અમૃત સ્નાન કરવા માટે મહાકુંભમાં ગયા હતા.

29 જાન્યુઆરીના રોજ મહાકુંભ દરમિયાન સંગમ પર થયેલી ભાગદોડ બાદથી તે ગુમ હતો. TOI ના અહેવાલ મુજબ, તેના ગુમ થયા પછી તેની ખૂબ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે મળ્યો ન હતો.

mahakumbh2025-

જ્યારે તે ઘણા દિવસો સુધી પાછો ન ફર્યો, ત્યારે તેના પડોશના લોકોએ 11 ફેબ્રુઆરીના રોજ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું અને તેરમા દિવસે બ્રાહ્મણ ભોજનનું આયોજન કરવામાં આવ્યું.

જ્યારે બ્રાહ્મણ ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે તે ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યો અને હસતાં હસતાં કહ્યું, તમે બધા શું કરી રહ્યા છો?

ખૂંટી ગુરુ જીવંત અને સલામત પાછા ફર્યા ત્યારે વિસ્તારના લોકોએ તેમના તેરમા દિવસના સમારંભ માટે લોકોને પુરીઓ, શાકભાજી અને અન્ય વાનગીઓનું વિતરણ કરીને તેમના મૃત્યુમાંથી પાછા ફરવાની ઉજવણી કરી.

ખૂંટી ગુરુએ જણાવ્યું કે તેઓ મહાકુંભમાં સાધુઓના એક જૂથને મળ્યા હતા, જેમની સાથે તેમણે ચિલ્લમ પીધી અને ગાઢ નિદ્રામાં સરી પડ્યા.

આ પછી તે નાગા સાધુઓના એક જૂથ સાથે રહેવા લાગ્યો અને લોકોને ભોજન પીરસીને સેવા કરતો અને જ્યારે તેને કંટાળો આવ્યો ત્યારે તે ઘરે પાછો ફરતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X