For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની નવી યોજના, બેનામી સંપત્તિવાળાની માહિતી આપો, 1 કરોડ લો

નાણાં મંત્રાલયે શુક્રવારે Benami Transactions Informants Reward Scheme, 2018ની ઘોષણા કરી છે. આ સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિ બેનામી સંપત્તિ વિશે સરકારને જાણકારી આપશે તો તેને 1 કરોડનું ઈનામ મળી શકશે.

|
Google Oneindia Gujarati News

નાણાં મંત્રાલયે શુક્રવારે Benami Transactions Informants Reward Scheme, 2018 ની ઘોષણા કરી છે. આ સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિ બેનામી સંપત્તિ વિશે સરકારને જાણકારી આપશે તો તેને એક કરોડ સુધીનું ઈનામ મળી શકે છે. બેનામી સંપત્તિ વિશે જાણકારી પ્રોહિબિશન યુનિટ્સમાં એડિશનલ કમિશ્નર સામે આપવી પડશે.

વર્ષ 1988 ના બેનામી કાયદામાં કર્યુ હતુ સંશોધન

વર્ષ 1988 ના બેનામી કાયદામાં કર્યુ હતુ સંશોધન

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મોદી સરકારે વર્ષ 1988 ના બેનામી કાયદામાં સંશોધન કર્યુ હતુ અને તે બદલીને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, 2016 પાસ કર્યો હતો. જે અંતર્ગત બેનામી સંપત્તિઓની શોધમાં લોકોનો સહયોગ વધશે.

વિદેશ નાગરિક પણ ઉઠાવી શકે છે લાભ

વિદેશ નાગરિક પણ ઉઠાવી શકે છે લાભ

બેનામી સંપત્તિઓથી થનારી આવક વિશે સૂચના આપનારને ઈનામ આપવામાં આવશે. આ અંગે જાણકારી આપતા નાણાં મંત્રાલયે કહ્યુ કે આ સ્કીમનો લાભ વિદેશી નાગરિક પણ ઉઠાવી શકે છે. જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. સૂચના આપનાર વ્યક્તિના નામ વિશે કોઈને પણ જાણકારી આપવામાં આવશે નહિ.

ટેક્સ ચોરી કરનારના નામ બતાવવા પર પણ મળશે ઈનામ

ટેક્સ ચોરી કરનારના નામ બતાવવા પર પણ મળશે ઈનામ

આ વિશે સરકારે વેબસાઈટ પર પૂરી જાણકારી આપી છે. બેનામી સંપત્તિ સાથે આવક વેરાની ચોરી કરનારના નામ બતાવનારને પણ 50 લાખ રૂપિયા આપવામાં આવશે. વર્ષ 1961 ના આઈટી કાયદા હેઠળ સરકારે આવક વેરા ઈન્કમ ટેક્સ ઈનફોર્મન્ટ્સ રિવોર્ડ સ્કીમની શરૂઆત કરી છે.

English summary
benami gtransactions informants reward scheme 2018 reward scheme 1 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X