For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકત્તાઃ પીએમ મોદીની રેલી માટે બંગાળ ભાજપે 53 લાખમાં બુક કરી 4 વિશેષ ટ્રેનો

કોલકત્તાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાનાર પીએમ મોદીની રેલીને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આના માટે ભાજપે મોટી તૈયારીઓ કરી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે શરૂ થયેલુ ભાજપનું પ્રચાર અભિયાન એક વાર ફરીથી પીએમ મોદીની આસપાસ ફરી રહ્યુ છે. પીએમ મોદી પોતાની રેલીઓ દ્વારા વિપક્ષી દળો પર નિશાન સાધી રહ્યા છે તો વળી, તેમની રેલીને સફળ બનાવવા માટે પાર્ટી કોશિશ કરવાની કોઈ કસર બાકી નથી રાખી રહી. પીએમ મોદી પશ્ચિમ બંગાળમાં બે રેલીઓને સંબોધિત કરશે. કોલકત્તાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાનાર પીએમ મોદીની રેલીને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આના માટે ભાજપે મોટી તૈયારીઓ કરી છે.

બંગાળ ભાજપે 53 લાખમાં ચાર વિશેષ ટ્રેનો બુક કરી

બંગાળ ભાજપે 53 લાખમાં ચાર વિશેષ ટ્રેનો બુક કરી

બાંગ્લા દૈનિક આનંદ બજાર પત્રિકાના જણાવ્યા મુજબ ભાજપે બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાનાર રેલીને સફળ બનાવવા માટે 53 લાખ રૂપિયાની ચૂકવણી કરીને ચાર વિશેષ ટ્રેનો બુક કરી છે. આ ટ્રેનોમાં માત્ર ભાજપના કાર્યકર્તા અને સમર્થક હશે જે પીએમ મોદીની રેલીમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે બ્રિગેડ પરેડ મેદાનમાં જ મમતા બેનર્જી દ્વારા વિપક્ષી દળોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઘણા દળોના દિગ્ગજો એક મંચ પર આવ્યા હતા.

કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની રેલી

કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીની રેલી

બંગાળ ભાજપે ગયા સપ્તાહે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રીની રેલી કોલકત્તા અને સિલીગુડીમાં થશે, પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે આ એક પડકાર હતો. આ મેદાન પર રેલીનું આયોજન કરવા માટે અન્ય દળોને ક્યારેક ક્યારેક 6 મહિનાનું પ્લાનિંગ પણ કરવુ પડે છે. બંગાળના એક ભાજપ નેતાએ કહ્યુ કે પશ્ચિમ બંગાળના રાજકારણના ઈતિહાસમાં કદાચ આ પહેલી વાર છે કે કોઈ પાર્ટી આટલા ઓછા સમયમાં આ મેદાનને આટલી જલ્દી ભરવામાં સફળ થઈ રહી છે.

સિલીગુડીમાં પણ પીએમ મોદીની રેલી

સિલીગુડીમાં પણ પીએમ મોદીની રેલી

ભાજપના સૂત્રો મુજબ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રેલી માટે માત્ર કોલકત્તા પોલિસ જ નહિ પરંતુ ચૂંટણી કમિશન અને ભારતીય સેનાનીપણ મંજૂરી લેવાની હોય છે. આનંદબજાર પત્રિકા મુજબ આ ચાર વિશેષ ટ્રેનો ઝાડગ્રામ, લાલગોલા, પુરુલિયા અને રામપુરહાટથી હાવડા પહોંચશે. ભાજપ રાજ્ય એકમે જણાવ્યુ કે 24 પરગણા જિલ્લાથી પણ મોટી સંખ્યામાં સમર્થકો રેલીમાં શામેલ થવા માટે આવી રહ્યા છે. પહેલી વાર બ્રિગેડ ગ્રાઉન્ડમાં નવ છાવણીઓ તૈયાર કરવામાં આવી છે અને 100થી વધુ એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે.

ફ્લેટ ટેરિફ રેટ દ્વારા બુક કરવામાં આવી ટ્રેનો

ફ્લેટ ટેરિફ રેટ દ્વારા બુક કરવામાં આવી ટ્રેનો

રેલવેના એક અધિકારીએ આનંદબજાર પત્રિકાને જણાવ્યુ, ‘ચૂંટણી કમિશનના નિર્દેશો મુજબ જ રાજ્યમાં ભાજપે ચાર વિશેષ ટ્રેનો બુક કરાવી. આ સામાન્ય શ્રેણીની ટ્રેનો છે જે રેલી બાદ સમર્થકોને લઈને જશે. આ ટ્રેનોને ફ્લેટ ટેરિફ રેટ દ્વારા બુક કરવામાં આવી હતી.' આ દરમિયાન સિલીગુડીમાં મંગળવારે યોજાનાર પીએમ મોદીના રેલી સ્થળને અંતિમ સમયે બદલવુ પડ્યુ. ભાજપનો આરોપ છે કે પશ્ચિમ બંગાળ સરકારે રેલીની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો. આ પહેલી વાર નથી જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળ સરકાર પર રેલીની મંજૂરી ન આપવાનો અને હેલીકોપ્ટર લેન્ડ ન કરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ AFSPAમાં સુધારો દેશ વિરોધી તો અરુણાચલના 3 જિલ્લામાં કેમ હટાવ્યa?: ચિદમ્બરમઆ પણ વાંચોઃ AFSPAમાં સુધારો દેશ વિરોધી તો અરુણાચલના 3 જિલ્લામાં કેમ હટાવ્યa?: ચિદમ્બરમ

English summary
Bengal BJP Hires Four Trains for Rs 53 Lakh For PM Modi’s Rally in Kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X