Bengal Panchayat Elections: પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન હિંસા, 6 લોકોના મોત

Bengal Panchayat Elections: પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે આજે વોટિંગ ચાલી રહ્યું છે. આ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતા હિંસાની ઘટનાઓ વધી કરી છે. મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં 6 લોકોની રાજનૈતિક હત્યા થઇ છે.

મૃતકોમાં 5 લોકો TMC કાર્યકર્તા હોવાનું કહેવાય છે, જ્યારે એક બીજેપી નેતા હોવાનું કહેવાય છે. આવા સમયે ટીએમસી અને બીજેપી વચ્ચે ઘણી જગ્યાએ અથડામણની ઘટનાઓ પણ સામે આવી રહ્યો છે.

Bengal Panchayat Elections

સીતાઈમાં પણ મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. સીતાઇમાં કેટલાક લોકોએ મતદાન મથકમાં તોડફોડ કરી હતી. તેમજ ત્યાં રાખવામાં આવેલા બેલેટ પેપરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

ઉત્તર 24 પરગણા જિલ્લામાં પણ હિંસા ચાલુ છે. પીરગાચા વિસ્તારમાં અપક્ષ ઉમેદવારના બૂથ એજન્ટ અબ્દુલ્લાની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, આ હત્યા પાછળ ટીએમસી ઉમેદવાર મુન્ના બીબીના પતિનો હાથ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વોટિંગની વચ્ચે ટીએમસીએ ટ્વીટ કર્યું હતું કે, અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો રેજીનગર, તુફનગંજ અને ખરગ્રામમાં માર્યા ગયા, જ્યારે બે ડોમકોલમાં ઘાયલ થયા હતા. આ માટે પશ્ચિમ બંગાળ ભાજપ, પશ્ચિમ બંગાળ સીપીઆઈ(એમ) અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ જવાબદાર છે.

બીજી તરફ, ટીએમસીના જણાવ્યા અનુસાર, મુર્શિદાબાદના સમસેરગંજમાં તેમની પાર્ટીના કાર્યકરને ગોળી મારી દેવામાં આવી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બંગાળ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરો વિશે કંઈ જાણવા મળ્યું નથી. ટીએમસી આ હુમલાઓ માટે ભાજપ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની તૈનાતીને જવાબદાર ઠેરવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X