મમતાના ધારાસભ્યએ કોંગ્રેસી નેતાનું માથું વાઢવાની આપી ધમકી!
કોલકાતા, 22 જુલાઇ : પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોની હિમ્મતમાં વધારો થઇ રહ્યો છે. હવે તેઓ ખુલ્લેઆમ લોકો અને વિરોધીઓને ધમકીઓ આપી રહ્યા છે.
પહેલા રાજ્યના પરિવહન મંત્રી મદન મિત્રાએ સ્ટેટ ઇલેક્શન કમિશ્નરને ધમકી આપી અને હવે તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની રેલીમાં ખુલ્લેઆમ એક કોંગ્રેસ નેતાને ધમકી આપી દીધી. ધમકી પણ જેવી તેવી નહીં, પરંતુ ટીએમસી ધારાસભ્યએ કોંગ્રેસી નેતાનું માથું વાઢી નાંખવાની ધમકી આપી છે.
જોકે આ દિવસોમાં પશ્ચિમ બંગાળની રાજનીતિ પંચાયત ચૂંટણીને લઇને ગરમાયેલી છે. આ ગરમ રાજકીય વાતાવરણની વચ્ચે ટીએમસીના ધારાસભ્ય મોનિરૂલ ઇસ્લામે બીરભૂમ જિલ્લાના કોંગ્રેસ નેતા બાપી દત્તાને ધમકી આપી દીધી છે. સભાની વચે સંબોધિત કરતા ટીએમસી ધારાસભ્યએ જણાવ્યું કે 'જો કોંગ્રેસ નેતા બાપી ચૂંટણી દરમિયાન તેમના રસ્તામાં આવ્યો, તો તેને એક બાપીનું માથું વાઢવામાં એક મિનિટ પણ નહીં લાગે.'

એક બાજુ પોલીસે ટીએમસીના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધી લીધી છે જ્યારે કોંગ્રેસને તા બાપી દત્તાએ પણ જવાબી પ્રહાર કરતા જણાવ્યું કે એમાં કોઇ શંકા નથી કે તૃણમુલ કોંગ્રેસ અસામાજિક તત્વોની પાર્ટી છે.
પ્રદેશની સત્તારૂઢ પાર્ટી પર ખોટીરીતે કામ કરવાનો આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે ટીએમસીની આ પ્રકારની ધમકીઓથી તેઓ ડરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થવાનું છે.












Click it and Unblock the Notifications
