બેંગલુરુમાં નિર્દયી દીકરીએ માની કરી હત્યા, શબને ટ્રૉલી બેગમાં ભરીને પહોંચી પોલીસ સ્ટેશન

બેંગલુરુઃ બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક દીકરી જ માની હત્યા કરીને શબ લઈને ટ્રૉલી બેગમાં ભરીને જાતે પોલીસ સ્ટેશન લઈ ગઈ. 39 વર્ષીય સેનાલી સેન સામે પોલીસે કથિત રીતે પોતાની માની હત્યા કરી શબને ટ્રૉલી બેગમાં ભરવાના આરોપમાં કેસ નોંધ્યો છે.

bengaluru

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ આરોપી સેનાલી સેન અને તેની મા બિવા પાલ બેંગલુરુના એનએસઆર ગ્રીન અપાર્ટમેન્ટમાં એક જ ઘરમાં રહેતા હતા. પોલીસે કહ્યુ કે મહિલાએ પોતાની માની હત્યાની વાત કબૂલી લીધી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી મહિલા પરિણીત છે અને ઘટના સમયે તેનો પતિ હાજર નહોતો. જો કે, મહિલાની સાસુ ઘરમાં હાજર હતી પરંતુ તે હત્યા વિશે અજાણ હતી કારણકે તે એક રુમની અંદર હતી.

સેનાલી સેન કોલકત્તાની મૂળ નિવાસી છે અને છેલ્લા 6 વર્ષથી બેંગલુરુમાં રહે છે. માયકો લેઆઉટ પોલીસનુ કહેવુ છે કે શબને ઉબર ઑટો દ્વારા કાલે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યુ હતુ અને દીકરી સેનાલી સેન સામે આઈપીસીની કલમ 302 સહિત અન્ય કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X