બેંગલુરુની CEOએ ઓશીકા કે ટુવાલથી દબાવ્યુ હતુ દીકરાનુ ગળુ, ડૉક્ટરે જણાવ્યુ ક્યારે થઈ હતી હત્યા
Bengaluru CEO Mother Killed Son: બેંગલુરુ સ્થિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ-અપ કંપનીની સીઈઓ સુચના સેઠ કે જેણે ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાં કથિત રીતે તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી હતી, તે કેસમાં ડૉક્ટરનુ કહેવુ છે કે ગળું દબાવવા માટે ટુવાલ અથવા ઓશીકું વાપરવામાં આવ્યું છે.
સૂચના સેઠની સોમવારે રાત્રે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે ગોવા લાવવામાં આવી હતી. મહિલાએ પહેલા સગીરની હત્યા કરી અને પછી તેને બેગમાં પેક કરીને ટેક્સીમાં પાડોશી રાજ્ય કર્ણાટક લઈ જઈ રહી હતી. બાળકના અંતિમ સંસ્કાર આજે બેંગલુરુમાં કરવામાં આવશે.

હિરીયુર તાલુકા હૉસ્પિટલના વહીવટી અધિકારી ડૉ. કુમાર નાઈકના જણાવ્યા અનુસાર, સગીર દીકરાની માતા સૂચના સેઠે ગળુ દબાવીને હત્યા કરી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકતા, ડૉક્ટરે કહ્યું, "તે (બાળકની) ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અથવા જેને આપણે જેને મોઢુ દબાવવુ કહીએ છીએ.
ડૉક્ટરે વધુમાં જણાવ્યુ કે, ''હત્યામાં કપડા કે ઓશીકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્વાસ રૂંધાવાથી બાળકનું મોત થયું હતું. હાથ વડે ગળું દબાવીને બાળકની હત્યા કરવામાં આવી હોય તેવું જણાતું નથી. એવું લાગે છે કે ગાદલા અથવા અન્ય કોઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે."
તેમણે કહ્યું, "બાળકમાં રહેલ રિગૉર મોર્ટિસ ઠીક થઈ ગયો હતો. સામાન્ય રીતે ભારતમાં, રિગૉર મોર્ટિસ 36 કલાક પછી ઠીક થઈ જાય છે, પરંતુ આ બાળકના કિસ્સામાં, કોઈ રિગૉર મોર્ટિસ નહોતું. તેથી તેના મૃત્યુને 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે. શરીર પર લોહી કે સંઘર્ષના કોઈ નિશાન ન હતા."
રિગૉર મોર્ટિસ એ એક પોસ્ટમોર્ટમ પરિવર્તન છે જેના પરિણામે શરીરના સ્નાયુઓ તેમના માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે સખત બની જાય છે. રિગૉર મોર્ટિસ મૃત્યુ પછીના સમયનો અંદાજ કાઢવામાં મદદ કરે છે અને મૃત્યુ પછી શરીરને સ્થાનાંતરિત આવ્યું હતું કે કેમ તે શોધવામાં પણ મદદ કરે છે.
સુચના શેઠ 6 જાન્યુઆરીએ તેના પુત્ર સાથે ગોવા ગઈ હતી. જ્યાં તેણે કથિત રીતે બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી, ત્યારબાદ તે તેના મૃતદેહને બેગમાં પેક કરીને ટેક્સીમાં ગોવાથી નીકળી ગઈ હતી. જ્યારે સ્ટાફ રૂમ સાફ કરવા ગયો તો તેમને ટુવાલ પર લોહીના ડાઘ જોવા મળ્યા. જે બાદ તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. તેમણે પોલીસને એ પણ જણાવ્યું કે ગોવાથી નીકળતી વખતે તેનો (સૂચના સેઠ) 4 વર્ષનો દીકરો તેની સાથે જોવા મળ્યો ન હતો અને તે એક ભારે બેગ પણ લઈને જતી હતી.
જ્યારે પોલીસે સૂચનાને બોલાવીને લોહીના ડાઘા વિશે પૂછ્યું ત્યારે તેણે તેમને પીરિયડ બ્લડ હોવાનું જણાવ્યું અને જ્યારે તેના પુત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે એક મિત્ર સાથે છે. સૂચનાએ પોલીસને ખોટું સરનામું પણ આપ્યું હતું જ્યાં તેણે જણાવ્યું હતું કે તેની મિત્ર પાસે તેનો પુત્ર છે. પોલીસે ટેક્સી ડ્રાઈવરને બોલાવીને સૂચનાને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું, જ્યાં તેની બેગની શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો.
ઘટના સમયે બાળકના પિતા જકાર્તામાં હતા. પોલીસને જાણ થતાં તે બેંગ્લોર પહોંચી ગયા હતા. બાળકના પિતા અને સૂચના અલગ રહેતા હતા. બંનેના છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. બાળકના પિતાને માત્ર રવિવારે જ બાળકને મળવાની છૂટ હતી. તેમણે રવિવારે બાળક સાથે છેલ્લીવાર વીડિયો કોલ પર વાત કરી હતી કારણ કે તે શહેરમાં ન હોવાને કારણે તેને મળવા જઈ શક્યા ન હતા.












Click it and Unblock the Notifications
