Bengaluru News : 22 વર્ષની યુવતી પર બાઇક ટેક્સી ડ્રાઇવર અને મિત્ર એ કર્યો બળાત્કાર
Bengaluru News : દેશમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વચ્ચે બેંગ્લોરમાંથી એક બળાત્કારની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, બેંગ્લોરમાં 22 વર્ષીય માટે બાઇક ટેક્સી બૂક કરાવી હતી.
Bengaluru News : દેશમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વચ્ચે બેંગ્લોરમાંથી એક બળાત્કારની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, બેંગ્લોરમાં 22 વર્ષીય માટે બાઇક ટેક્સી બૂક કરાવી હતી, ત્યારે એક 22 વર્ષની મહિલા પર બાઇક ટેક્સી ડ્રાઇવર અને તેના મિત્ર દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

પોલીસે મંગળવારના રોજ આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી ગઇ હતી.
ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનના સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, પીડિતા કેરળની રહેવાસી છે. બેંગ્લોરના પોલીસ કમિશનર પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું કે, યુવતીએ એક મિત્રના ઘરેથી બીજા ઘરે જવા માટે બાઈક ટેક્સી કંપની પાસેથી ટેક્સી બૂક કરાવી હતી. રસ્તામાં ડ્રાઈવરે તકનો ફાયદો ઉઠાવ્યો અને પીડિતાને તેની જગ્યાએ લઈ ગયો, જ્યાં તેણે તેના મિત્ર સાથે મળીને યુવતી પર બળાત્કાર કર્યો હતો. ગુના વખતે એક મહિલા પણ સ્થળ પર હાજર હતી.
આ અંગે પોલીસ કમિશનર પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ ઘટના 26 નવેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો, જ્યારે પીડિતા અસ્વસ્થતા અનુભવ્યા પછી ડૉક્ટર પાસે ગઈ હતી. પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક ટીમની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, એક આરોપીનો જૂનો ગુનાહિત રેકોર્ડ છે.
બિહારમાં પણ થયો સગીરા પર બળાત્કાર
બિહારમાંથી પણ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બિહારના કૈમુર જિલ્લામાં શનિવારના રોજ એક 14 વર્ષીય સગીરાનું છોકરાઓના એક જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેમાંથી એક દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને જોતા જ બળાત્કારી ભાગી ગયો હતો. જે બાદ આ પીડિતાને મદદ કરવાને બદલે મુખ્ય શિક્ષકે પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
શાળાના શિક્ષકે ચાર છોકરાઓને બળજબરીથી છોકરીને ઉપાડી જતા જોયા અને થોડા અંતરે તેમની પાછળ ગયા હતા. શિક્ષકને જોઈને છોકરાઓ ભાગી ગયા હતા, જે બાદ આરોપી હેડમાસ્ટર જેની ઓળખ સુરેન્દ્ર કુમાર ભાસ્કર તરીકે કરવામાં આવી છે. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને લાગ્યું કે, હેડમાસ્ટર તેને બચાવશે, પરંતુ તેના બદલે તેણે પણ સગીરા પર બળાત્કાર કર્યો અને તેને ઝાડીઓમાં લોહીથી લથબથ છોડી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી હેડમાસ્ટર અને છોકરાઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
